Morbi,તા.19
મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે જેથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે જુના બસ સ્ટેન્ડથી વિજય ટોકીઝ અને વિજય ટોકીઝથી નવાડેલા રોડ સુધીના રોડનો ઉપ યોગ કરવા મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યું છે