Gondal તા.26
ગોંડલ નાં અતિ પ્રાચિન ગણાતા સુરેશ્રવર મહાદેવ મંદિર નો રસ્તો છેલ્લા ઘણાં સમય થી ગાડા માર્ગ બન્યો હોય હાલ પવિત્ર શ્રાવણ માસ માં વહેલી સવાર થી લઇ મોડી રાત સુધી સુરેશ્રવર મહાદેવ ની આરતી કે દર્શને જતા લોકો પરેશાન થઇ રહ્યા છે.
અંદાજે બે વર્ષ થી ગોંડલ નાં રાજાશાહી સમય નાં બન્ને પુલ ભારે વાહનો માટે બંધ કરાયા હોય ગોંડલ થી રાજકોટ જતા નેશનલ હાઇવે સુરેશ્રવર ચોકડીથી સુરેશ્રવર મહાદેવ મંદિર થઇ ધારેશ્વર ચોકડી સુધી જશદણ,આટકોટ, ભાવનગર માટે બાયપાસ રોડ શરુ કરાયો છે.ત્યારે સુરેશ્રવર મહાદેવ મંદિર થી કોટડા સાંગાણી જતા રોડ સુધીની ચોકડી સુધીનો અંદાજે બે કિલોમીટર નો આ માર્ગ ખાબડખુબડ હાલત સાથે ગાડા માર્ગ બન્યો હોય તંત્ર ને નજરે પડતો નથી.જે શરમજનક બાબત છે.માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ આવતો આ માર્ગ હાલ મહત્વનો બન્યો છે.પણ હાલત ભયજનક બની હોય તંત્ર બેદરકારી નજરે પડે છે.
એકબાજુ મુખ્યમંત્રી રોડ રસ્તાની બિસ્માર હાલત અંગે કડક અભિગમ દાખવી રહ્યા છે.બીજી બાજુ સુરેશ્રવર મહાદેવ તરફનો આ રોડ ગમે ત્યારે મોટો અકસ્માત સર્જે તેવી સંભવના છે.
અતિ ખખડધજ બનેલા માર્ગ અંગે જીલ્લા પંચાયત કે કલેકટર તંત્ર ધ્યાન આપે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.