Mumbai,તા,01
ભારતીય ટેનિસના દિગ્ગજ ખેલાડી રોહન બોપન્નાએ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ હવે એમેચ્યોર ટેનિસમાંથી નિવૃત્તિ લીધી છે, જ્યાં ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરે છે. બોપન્નાએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી, જેમાં તેમણે પોતાના 20 વર્ષના લાંબા કરિયરનો અંત જાહેર કર્યો.
બોપન્નાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં પોસ્ટ શેર કરતા લખ્યું કે, “આ અલવિદા નથી, આ આભાર છે. જે વસ્તુએ મારા જીવનને અર્થ આપ્યો, તેનાથી વિદાય કેવી રીતે લઉં? 20 વર્ષ પછી, હવે સમય આવી ગયો છે કે, હું સત્તાવાર રીતે મારા રેકેટને મૂકી દઉં. કૂર્ગમાં મારી સર્વને મજબૂત કરવા માટે લાકડા કાપવાથી લઈને વિશ્વના સૌથી મોટા એરેનાની લાઇટમાં ઊભા રહેવાનો અનુભવ અવિશ્વસનીય લાગે છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ મારા જીવનનું સૌથી મોટો સન્માન રહ્યું છે. જ્યારે પણ હું કોર્ટ પર ઉતર્યો, ત્યારે મેં તિરંગા, તેની લાગણી અને તે ગર્વ માટે રમ્યો. હું સ્પર્ધામાંથી દૂર જઈ રહ્યો છું, પરંતુ ટેનિસ સાથેની મારી કહાણી પૂરી નથી થઈ અને હવે હું યુવા ખેલાડીઓને ટેનિસમાં આગળ વધવા માટે મદદ કરવા માંગુ છું.”
કરિયરની સિદ્ધિઓ:
- ગ્રાન્ડ સ્લેમ: 45 વર્ષીય આ જમણેરી ખેલાડીએ પોતાના 20 વર્ષના પ્રોફેશનલ કરિયરમાં 2 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે.
- ઓસ્ટ્રેલિયન ઓપન 2024: તેમણે આ વર્ષની શરૂઆતમાં 43 વર્ષ અને નવ મહિનાની ઉંમરે મેથ્યુ એબ્ડેન સાથે ઓસ્ટ્રેલિયન ઓપન ડબલ્સ ટાઇટલ જીત્યું હતું, જેના કારણે તેઓ ઓપન એરામાં ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યા હતા.
- ફ્રેન્ચ ઓપન: તેમણે 2017માં મિક્સ્ડ ડબલ્સમાં પણ ફ્રેન્ચ ઓપન જીત્યું હતું.
- નિવૃત્તિ પહેલાની મેચ: બોપન્નાનો છેલ્લો પ્રોફેશનલ મેચ પેરિસ માસ્ટર્સ 1000માં હતો, જ્યાં તેમણે એલેક્ઝાન્ડર બુબ્લિક સાથે જોડી બનાવી હતી.

