Melbourne,તા.30
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેનું બેટ સંપૂર્ણપણે શાંત છે. હિટમેન પિચ પર એક-એક રન માટે સંધર્ષ કરી રહ્યો છે. જોકે, 340 રનનાં લક્ષ્યનો પીછો કરતી વખતે રોહિત શર્માએ મજબૂત શરૂઆત કરી હતી. તેણે કોઈ ખરાબ શોટ નહોતો રમ્યો અને પીચ પર તે એકદમ આરામદાયક લાગતો હતો.
પરંતુ ઇનિંગ્સમાં પ્રથમ વખત ક્રોસ શોટ રમવા ગયેલાં રોહિત શર્મા સ્કોટ બોલેન્ડના બોલ પર સ્લિપમાં મિશેલ માર્શના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 40 બોલનો સામનો કરીને માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. જો કે હવે અનુષ્કા શર્મા અને આથિયા શેટ્ટીએ રોહિતના આઉટ થયાં બાદની પ્રતિક્રિયાઓ ખૂબ વાયરલ થઈ રહી છે.
રોહિતના આઉટ થવા પર અનુષ્કા-આથિયાની પ્રતિક્રિયા
વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી મેલબોર્ન ટેસ્ટના પાંચમાં દિવસે મેદાનમાં હાજર હતી. આવી સ્થિતિમાં જ્યારે રોહિત શર્મા સેટ થયાં બાદ આઉટ થયો ત્યારે બંનેની નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આથિયાએ તેનાં બંને હાથ તેનાં મોં પર રાખ્યાં હતાં. બંનેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.