Mumbai,તા.22
વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સનો અનુભવી બેટર રોહિત શર્મા પ્લેયર ઑફ ધ મેચ બન્યો હતો. તેણે 45 બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 76 રનની અણનમ ઇનિંગ્સ રમીને આ સીઝનની પહેલી ફિફ્ટી ફટકારી હતી.
આ ઇનિંગ્સમાં રોહિતે એક દેશની ધરતી પર સૌથી વધુ 360 ઝ20 સિક્સર ફટકારવાનો ક્રિસ ગેઇલનો 357સિક્સરનો રેકોર્ડ તોડ્યો હતો.
એક દેશની ધરતી પર T20માં સૌથી વધુ સિક્સર ફટકારનાર
રોહિત શર્મા – ભારતમાં 360 સિક્સર
ક્રિસ ગેઈલ – ભારતમાં 357 સિક્સર
વિરાટ કોહલી-ભારતમાં 325 સિક્સર
એમ. એસ. ધોની – ભારતમાં 286 સિક્સર
કાઈરન પોલાર્ડ-વેસ્ટ ઈન્ડીઝમાં 276 સિકસર
IPL ના રોબો-ડોગને ક્રિકેટ-ફેન્સે નામ આપ્યું ચંપક
IPL માં 13 એપ્રિલની મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં બ્રોડકાસિ્ંટગ ટીમે મેદાન પર રોબો-ડોગની ધમાકેદાર એન્ટ્રી કરાવી હતી. પ્લેયર્સ અને ફેન્સના રીઍક્શનને નજીકથી બતાવી તેમની સાથે મસ્તી કરતા આ રોબો-ડોગને ચંપક નામ મળ્યું છે.
IPL ના સત્તાવાર નિવેદન અનુસાર આ નામ ક્રિકેટ-ફેન્સ દ્વારા સોશ્યલ મીડિયા પર મળેલા વોટના આધારે રાખવામાં આવ્યું છે. આ નામ સાંભળીને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના ફેન્સ વધારે ખુશ થયા હતાં, કારણ કે એમાં જેઠાલાલ ગડાના પપ્પાનું નામ પણ ચંપક છે.
IPL માં સૌથી વધુ રન કરનાર નંબર-ટૂ બેટર બન્યો રોહિત શર્મા
વિરાટ કોહલી 8326 રન
રોહિત શર્મા 6786 રન
શિખર ધવન 6769 રન
ડેવિડ વોર્નર 6565 રન
સુરેશ રૈના 5528 રન