Mumbai તા.8
મંગળવારે અહીં CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સમાં દિગ્ગજ બેટ્સમેન બીએસ ચંદ્રશેખર અને બ્રાયન લારાને ‘લાઇફટાઇમ એચિવમેન્ટ’ સન્માન આપવામાં આવ્યું હતું. જ્યારે ભારતના સંજુ સેમસન અને વરૂણ ચક્રવર્તીને અનુક્રમે પુરુષ ટી20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન અને બોલર ઓફ ધ યર એવોર્ડ જીત્યા હતા.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માને કેપ્ટન તરીકે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ખાસ સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું, જ્યારે શ્રેયસ ઐયરને 50 ઓવરની સ્પર્ધામાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ રન બનાવવા બદલ સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું.
ટેસ્ટ ક્રિકેટમાં બીજા ક્રમના સૌથી વધુ રન બનાવનાર ઇંગ્લેન્ડના જો રૂટે ઇન્ટરનેશનલ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો. હેરી બ્રુકને મેન્સ ટેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર, જ્યારે શ્રીલંકાના પ્રભાત જયસૂર્યાને મેન્સ ટેસ્ટ બોલર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા.
ભારતની દીપ્તિ શર્માને વર્ષની શ્રેષ્ઠ મહિલા આંતરરાષ્ટ્રીય બોલર તરીકે પસંદ કરવામાં આવી હતી જ્યારે સ્મૃતિ મંધાનાને શ્રેષ્ઠ મહિલા આંતરરાષ્ટ્રીય બેટ્સમેનનો એવોર્ડ મળ્યો હતો.