Bengaluru,. તા.6
એક સમયે વિજય માલ્યાએ જેનો પ્રારંભ કર્યો હતો તે રોયલ ચેલેન્જર બેંગ્લોર આઈપીએલ ફ્રેન્ચાઈઝી હવે વધુ એક વખત વેચાવાની તૈયારીમાં છે. હાલ આ ફ્રેન્ચાઈઝીના માલીક બ્રિટન સ્થિત શરાબ કંપની ડીઆગો છે અને છ મહિના પહેલા જ આરસીબીએ લાંબા ઈન્તજાર બાદ તેનું પ્રથમ આઈપીએલ ટાઈટલ જીત્યુ હતું.
કદાચ ડીઆગો તે જ રાહ જોઈ રહ્યું હોય તેમ હવે આઈપીએલની મેન્સ અને વિમેન્સ બંને ફ્રેન્ચાઈઝી વેચવાની જાહેરાત કરી છે. વાસ્તવમાં વિજય માલ્યાની કીંગ ફીશર કંપની ડીઆગોએ હસ્તગત કરી હતી અને તેની સાથે આઈપીએલ ફ્રેન્ચાઈઝી પણ મળી હતી પણ કંપની પોતાના મૂળ બ્રેવરીઝ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે.
એટલું જ નહી હાલમાં જ ટાઈટલ જીત્યા પછી જે રીતે બેંગ્લુરુમાં વિજય પરેડ સમયે મોટી દુર્ઘટના થઈ તે પછી કંપની સામે મોટી નાણાકીય જવાબદારી આવી શકે તેવી પણ ધારણા છે.
તેથી જ ડીઆગોએ આગામી સીઝન પહેલા આઈપીએલ ફ્રેન્ચાઈઝી વેચી દેવા નિર્ણય લીધો છે અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડી હોવાથી તેની બ્રાન્ડ વેલ્યુ પણ ઉંચી મળશે તેવો અંદાજ છે.

