New Delhi, તા.૯
ભારતીય ખેલાડીએ ભારત છ માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યા બાદ મુખ્ય ટીમમાં વાપસી માટે મજબૂત દાવો રજૂ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં તેને તક મળવાની શક્યતા હતી, પરંતુ પસંદગીકારોએ તેને તક આપી નહોતી. હવે, એક મોટી અપડેટ સામે આવી છે. ભારત માટે રમતી વખતે ખેલાડીને ઈજા થઈ હતી જેના કારણે તે લગભગ ચાર મહિના માટે ક્રિકેટથી દૂર થઈ ગયો છે. આ સમાચારે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પણ મોટી મુશ્કેલી ઉભી કરી છે.
ભારત છ દક્ષિણ આફ્રિકા છ સામે ચાર દિવસીય ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. ત્યારેચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારને ગંભીર ઈજા થઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર, પાટીદાર લગભગ ચાર મહિના માટે સાઇડલાઇન થઈ ગયો છે. પાટીદારે પ્રથમ ઇનિંગમાં ૧૯ રન અને બીજી ઇનિંગમાં ૨૮ રન બનાવ્યા હતા. પાટીદારે સતત પ્રદર્શન સાથે વાપસી માટે પોતાનો દાવો મજબૂત બનાવ્યો હતો. પાટીદાર હવે સમગ્ર સ્થાનિક સિઝન માટે બહાર છે.
રજત પાટીદારે ૨૦૨૫-૨૬ રણજી ટ્રોફીની પોતાની પહેલી મેચમાં મધ્યપ્રદેશ માટે બેવડી સદી ફટકારી હતી. પાટીદારે અગાઉ દુલીપ ટ્રોફી, ઈરાની ટ્રોફી અને ઈન્ડિયા એ માટે બેટથી સારું પ્રદર્શન કર્યું છે.વિજેતા કેપ્ટન બનવાથી પાટીદારનું કદ પહેલાથી જ ઊંચું થઈ ગયું છે. જો કે, ઇઝ્રમ્ આશા રાખે છે કે પાટીદાર માર્ચ પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જાય. ગત સિઝનમાં રજત ઈજાને કારણે કેટલીક મેચો ચૂકી ગયો હતો, જે દરમિયાન જીતેશ શર્માએ ઇઝ્રમ્ની કમાન સંભાળી હતી.

