Jaipurતા.૮
આઇપીએલ ૨૦૨૫ માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. આ જ કારણ છે કે ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે રાજસ્થાનને ચાલુ સિઝનમાં બાકીની બે મેચ રમવાની છે. આ પહેલા ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો આક્રમક બેટ્સમેન નીતિશ રાણા બાકીની બે મેચમાંથી બહાર છે. ઈજાને કારણે, રાણા રાજસ્થાન માટે આગામી બે મેચ રમી શકશે નહીં.
ઈજાના કારણે નીતિશ રાણા ૪ મેના રોજ રમાયેલી રાજસ્થાન વિરુદ્ધ કોલકાતા મેચ રમી શક્યા ન હતા. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે ૧ રનથી જીત મેળવી હતી. તેણે પોતાની છેલ્લી મેચ ૧ મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમી હતી, જેમાં તેણે ૯ રન બનાવ્યા હતા. આ સિઝનમાં, રાણાએ ૧૧ મેચમાં ૨૧.૭૦ ની સરેરાશ અને ૧૬૧.૯૪ ના સ્ટ્રાઇક રેટથી ૨૧૭ રન બનાવ્યા.
નીતિશ રાણાની હકાલપટ્ટી બાદ, રાજસ્થાન રોયલ્સે હવે તેમના સ્થાને ખેલાડીની જાહેરાત કરી છે. રાજસ્થાને દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન લુઆન-ડ્રે પ્રિટોરિયસને રિપ્લેસમેન્ટ તરીકે કરારબદ્ધ કર્યા છે. લુઆન-ડ્રે પ્રિટોરિયસે ૩૩ ટી-૨૦ મેચ રમી છે અને ૯૧૧ રન બનાવ્યા છે જેમાં સૌથી વધુ ૯૭ રનનો સ્કોર છે. રાજસ્થાને તેમને ૩૦ લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ટીમમાં સામેલ કર્યા છે. પ્રિટોરિયસે ૫ ફર્સ્ટ-ક્લાસ મેચોમાં ૪૩૬ રન અને ૧૪ લિસ્ટ છ મેચોમાં ૫૭૭ રન બનાવ્યા છે.
૧૯ વર્ષીય પ્રિટોરિયસે જાન્યુઆરી ૨૦૨૫માં જીછ૨૦ માં પાર્લ રોયલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે પાર્લ રોયલ્સ માટે ૧૨ મેચમાં ૩૩.૦૮ ની સરેરાશ અને ૧૬૬.૮૦ ના સ્ટ્રાઇક રેટથી ૩૯૭ રન બનાવ્યા હતા. તેમના શાનદાર પ્રદર્શનને જોયા પછી, હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે ફેબ્રુઆરી ૨૦૨૫ માં તેમને કરારબદ્ધ કર્યા.
રાજસ્થાન રોયલ્સ ટીમ ૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ૯મા સ્થાને છે. આ સિઝનમાં, ટીમ ૧૨ માંથી ફક્ત ૩ મેચ જીતી શકી છે જ્યારે ૯ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. હવે રાજસ્થાન બાકીની ૨ મેચ જીતીને પોતાના અભિયાનનો અંત લાવવાનો પ્રયાસ કરશે.