Mumbai,તા,14
દક્ષિણ ભારતીય અભિનેતા સત્યદેવે ખુલાસો કર્યો હતો કે તે ફિલ્મ ‘આરઆરઆર’નો એક ભાગ હતો. આ વિશે આજ સુધી કોઈ જાણતું ન હતું, કારણ કે તેને કોઈએ ફિલ્મમાં જોયો ન હતો. આખરે ફિલ્મ આરઆરઆરમાંથી તેમનો રોલ કેવી રીતે ગાયબ થઈ ગયો? એક ઈન્ટરવ્યૂ દરમિયાન કોઈએ તેમને પૂછ્યું કે, આરઆરઆર ફિલ્મમાં કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો? પહેલા તો સત્યદેવ આ સાંભળીને ચોંકી ગયા. પછી તેમણે કહ્યું કે, અત્યાર સુધી કોઈ જાણતું ન હતું કે હું ફિલ્મ આરઆરઆરનો ભાગ રહી ચૂક્યો છું. વાસ્તવમાં જ્યારે ફિલ્મ તૈયાર થઈ હતી, ત્યારે મારો રોલ તેમાં યોગ્ય નહોતો. મારો રોલ કપાઈ ગયો, વેલ, મેં ફિલ્મમાં મારું કામ સારું કર્યું હતું. સત્યદેવ આગળ જણાવે છે કે, અત્યાર સુધી તેણે આ વિશે વાત કરી નથી કારણ કે તે આરઆરઆર સાથે જોડાયેલા લોકોનું ઘણું સન્માન કરે છે.
એસ.એસ.રાજામૌલીની આ ફિલ્મમાં રામ ચરણ, જુનિયર એનટીઆર જેવા પ્રખ્યાત કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ આ ફિલ્મનો ભાગ હતા. આ ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સારો બિઝનેસ કર્યો હતો. દર્શકોએ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી. ફિલ્મમાં નાટૂ નાટૂ… ગીતને વર્ષ 2023 નો બેસ્ટ ઓરિજિનિલ સોન્ગનો ઓસ્કાર પણ મળ્યો છે.