Morbi,તા.17
ભોજપરા ગામમાં દુકાનને લગાવેલા તાળા તોડી અજાણ્યા ચોર ઇસમેં દુકાનમાં પ્રવેશ કરી ખાનામાં રાખેલ રોકડ રૂ ૧૦,૦૦૦ ની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતા એજાજ અહેમદ ઈસ્માઈલ માથકીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ માર્ચના રાત્રીના સાડા અગિયારથી તા. ૨૧ માર્ચના સવારના સાડા સાતેક વાગ્યા પહેલાના સમય દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ ફરિયાદીની ભોજપરા ગામમાં આવેલ દુકાનના લાકડાના દરવાજાને મારેલ તાળા તોડી દુકાનના ટેબલના ખાનામાંથી આશરે રોકડ રૂ ૧૦,૦૦૦ ની ચોરી કરી ગયા છે વાંકાનેર સીટી પોલીસે ચોરીની ત્રણ માસ બાદ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે