રાજકોટ, અમદાવાદ અને મધ્યપ્રદેશમાં છેતરપિંડીના પાંચ ગુનામાં સંડોવાયેલ શખ્સનો એમપીની જેલમાંથી કબ્જો લેતી પ્ર.નગર પોલીસ
Rajkot,તા.08
રાજકોટના વેપારી સાથે ફૂડ પેકેટના કોન્ટ્રાકટના નામે રૂ.૧૪.૪૧ લાખની છેતરપિંડી કરનાર અમદાવાદના ચીટરનો પ્ર.નગર પોલીસે મધ્યપ્રદેશની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રાજકોટ લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી સામે રાજકોટ,અમદાવાદ અને મધ્યપ્રદેશમાં મળી છેતરપિંડીના ૫ ગુના નોંધાઇ ચૂકયા છે. પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વસાવાની રાહબરીમાં ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા તપાસમાં હતી.દરમિયાન પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી રૂ.૧૪.૪૧ લખાની છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતો આરોપી હિરેન ઉર્ફે યશ વિજેન્દ્રભાઈ વૈધ રહે, જયદીપ ટાવર એફ-૩, ધરણીધર દેરાસર પાસે, દેરાસર રોડ વાસણા, અમદાવાદ) હાલ મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના લાલબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી- વિશ્વાસઘાતના ગુનામાં મધ્યપ્રદેશના ખંડવા જેલમાં હોવાનું માલુમ પડયું હતું. જેથી પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપી હિરેન ઉર્ફે યશનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામના આરોપી હિપસ્ટર મીડીયા અને ધ રીલ એન્ટરટેઇનમેન્ટ અમદાવાદના ડીરેકટર હોય તેઓ સાથે આ કામના ફરીયાદીને અમદાવાદ એએમસી તથા અલગ અલગ ગામોના પોલીસ સ્ટેશન તથા ગવર્મેન્ટ લેબોરેટરી વિગેરે જગ્યાએ સરકારી જગ્યાએ ફુડ પેકેટ મોકલવા માટે ઓર્ડર આપવા બાબતેનો કોન્ટ્રાકટનુ લખાણ કરી કોન્ટ્રાકટ શરૂ થતા પહેલા તા ૧૮/૦૧/૨૦૨૧ થી તા ૩૦/૦૬/૨૦૨૧ સુધીમાં કુલ ૧૪,૪૧,૦૦૦ રૂપીયા ફરીયાદી પાસેથી આરોપીએ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી તેમજ કોન્ટ્રાકટને લગતી ફરયાદીએ અલગ અલગ ૮ સેન્ટરો ભાડે રાખેલ તેમજ ફુડ પેકેટ તૈયાર કરવા માટે માણસો પણ કામે રાખેલ અને કરયાણાની ખરીદી કરેલ જે ખર્ચ ૨૧,૪૨,૦૦૦ જેટલો થયેલ જેનુ નુકશાન થયેલ હોય જે કોન્ટ્રાકટ ચાલુ નહી કરી અને ફરીયાદીએ ચુકવેલ નાણા પરત ન ચુકવી વિશ્વાસઘાત- છેતરપિંડી કરી હતી.
આરોપી સામે અગાઉ ગાંધીધામમાં અમદાવાદના પાલડી, પ્ર.નગર અને મધ્યપ્રદેશના લાલબાગ સહિતના પોલીસ સ્ટેશનમાં મળી છેતરપિંડીના પાંચ ગુના નોંધાઇ ચૂકયા છે.આરોપીને કબજો લેવાની કામગીરીમાં પ્ર.નગર એસ.ડી.કોઢીયાર હેડ કોન્સ. એમ.જે.જોગડા, કોન્સ. રસીકભાઇ ધાધલ, વિરેન્દ્રસિંહ પરમાર સાથે રહ્યા હતાં.