Una, તા. 28
ઉના મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની સરાહનીય સેવાકાર્ય એ સરકારમાં સફળ રજુઆત કરી પાણી પુરવઠા સિંચાઇ વિભાગ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ આ પ્રશ્નો નિકાલ કરવાની માંગણી ને લીલી ઝંડી મળી જતાં પડા પાદર અને ઉગમણા પડાને જોડતો માઈનોર બ્રિજ ચેકડેમ વિથ કોઝવે નું નિર્માણ કરવા રાજ્ય સરકાર દ્વારા 2.82 લાખની ગ્રાન્ટની મંજુરી મળતા ચોમાસા પછી કામગીરી હાથ ધરવામાં આવશે તેની ખુશીમાં બન્ને પાદરનાં લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નાં કાર્યાલય ખાતે મોઢા મીઠાં કરાયાં હતાં.
ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સમક્ષ આવેલી રજુઆત તેમજ સમસ્યા અંગે જાત નિરીક્ષણ લોકોની જરૂરીયાતને ધ્યાને રાખીને રાવલ નદી કાંઠે આવેલાં આ બન્ને પાદર વચ્ચે માઈનોર બ્રિજ અથવા ચેકડેમ વિથ કોઝવે બનાવવા અંગેની ધારદાર રજૂઆત ગુજરાત રાજ્ય સરકારનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા સિંચાઇ વિભાગનાં ગુજરાત સરકારનાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ ગીરગઢડા તાલુકાનું પડાપાદર ગામે રાવલ નદીના કારણે બે ભાગમાં વહેચાયેલું રહેતું ઉગમણા પડા અને આથમણા પડા વચ્ચે પુલ નું નિર્માણ કરવાના ત્રણ દાયકા (ત્રીસ વર્ષ) જુની સમસ્યા હલ કરવા સફળ રજુઆત કરતાં આખરે રાજ્ય સરકારે ધારાસભ્યની રજુઆત સ્વરૂપે રૂ. 2.82 લાખ જેવી માતબર ગ્રાંટ મંજુર કરતાં બન્ને ગામો નાં લોકોમાં ભારે ખુશી છવાઈ ગઈ હતી.
હરખભેર આ સમસ્યા હલ થતાં ગામના ગ્રામજનો ઉના મતવિસ્તાર નાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નાં કાર્યાલયે ઉમટી પડી મોંઢા મીઠા કરાવી ધારાસભ્યનું ગૌરવભેર સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા જણાવાયું હતું કે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર થતાં પ્લાન એસટીમેનટ ની પ્રકિયા સંપુર્ણપણે પૂર્વ થતાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી એજન્સી નિયુક્ત થતાજ ચોમાસા બાદ આ બન્ને ગામો વચ્ચે માઈનોર બ્રિજ ચેકડેમ વિથ કોઝવે ની કામગીરી હાથ ધરવામાં આવશે