Junagadhતા.5
જુનાગઢના માણાવદર તાબેના ખાંભલા ગામે ખેતરે ગયેલા પરિવારના રહેણાંક બંધ મકાનમાં તાળા તોડી રોકડ દાગીના સહિત કુલ રૂા.3.70 લાખની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે.
ખાંભલા (સુલતાનાબાદ) રહેતા ફરીયાદી પ્રકાશભાઈ મનસુખભાઈ ધરમનાથ અને પરીવાર ગઈકાલે ઘરે તાળા મારી ખેતરે કામે ગયેલ બાદ કોઈ જાણભેદુએ ઘરના દરવાજાના તાળા તોડી કબાટમાં રાખેલ રોકડ રૂા.45000, અઢી તોલાનો અને બે તોલાનો ચેઈન, ચાર વીંટી મળી કુલ રૂા.3.70 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. પ્રકાશભાઈ ઘરે ઢોરને ચારો નાખવા માટે આવેલ ત્યારે ઘરના તાળા તુટેલા જોતા કબાટમાંથી સોનાના દાગીના, રોકડ સહિતની મત્તા ગાયબ હતી જેની માણાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

