Morbi,તા.10
વાઘપરામાં રહેતા ડોક્ટર પરિવારના સભ્યો સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે ડોક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી રોકડ રૂ ૨.૯૦લાખ અને ૧.૪૫ લાખની કિમતના દાગીના સહીત કુલ રૂ ૪.૩૫ લાખની મત્તા ચોરી કરી ગયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના વાઘપરા શેરી નં ૦૮ માં રહેતા ડો. રવિભાઈ મોરારજીભાઈ કણઝારીયા (ઉ.વ.૩૭) અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૬ ના રોજ સાંજના છએક વાગ્યે ફરિયાદી ડોક્ટર, તેના પત્ની અને દીકરો એમ પરિવારના સભ્યો લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ઘરે તાળું માર્યું હતું અને તા. ૦૮ ના રોજ સવારના કાકાના દીકરા ચિરાગભાઈ કણઝારીયાનો ફોન આવ્યો હતો કે ઘરે કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ભાગી ગયા છે ઘરના દરવાજાનો લોક તૂટેલો છે જેથી લીંબડી ખાતેથી ઘરે પરત આવી જોયું તો મકાનનું તાળું તૂટેલું હતું અને ઉપરના માળે પણ દરવાજાનો લોક તૂટેલ હતો દરવાજાના નકુચા તૂટેલા હતા રૂમ અંદર જઈને તપાસ કરતા કબાટના લોક તૂટેલ હતા
કબાટની તિજોરીમાં રાખેલ રોકડ રૂ ૨,૯૦,૦૦૦ જોવા મળ્યા ના હતા તેમજ કબાટમાં રાખેલ સોનાની લક્કી પંદર ગ્રામ, સોનાનું મંગલસૂત્ર આશરે ૨૦ ગ્રામ, સોનાની બુટી નંગ ૦૪, સોનાની ચીપ વાળા પાટલા નંગ ૦૨ અને સોનાની ચીપ વાળી બંગડી નંગ ૦૪ અને ચાંદીનું એક દિવેલીયુ, ચાંદીના ગ્લાસ ચાર નંગ અને ચાંદીના સાંકળા મળીને રૂ ૧,૪૫,૦૦૦ ના દાગીના ચોરી થયા છે તસ્કરો ઘરના દરવાજાના તાળા તોડી રોકડ રૂ ૨.૯૦ લાખ અને સોના ચાંદીના દાગીના રૂ ૧.૪૫ લાખ મળીને કુલ રૂ ૪,૩૫,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે