Jasdan,તા.23
વિંછીયા તાલુકા પંથકમાં અંદાજીત રકમ રૂ। 50 કરોડના રોડ રસ્તા મેજર બ્રીજ પાઇપ લાઇન સહિતના કામો મંજૂર કરાવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને છેવાડા પંથકના લોકોઍ અંતરના અભિનંદન પાઠવ્યા.
જસદણ વિંછીયાના જાગૃત લોકપ્રિય ધારાસભ્ય અને ગૂજરાત સરકારના પાણી પુરવઠા જળ સંપત્તિ અન્ન નાગરિક પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અથાગ પ્રયત્નો થકી વિંછીયા તાલુકા વિસ્તારમાં રોડ-રસ્તા અને બ્રીજ નિર્માણ હેતુ રૂપિયા 50 કરોડના વિકાસ કાર્યોને રાજ્ય સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે.
જે અંતર્ગત વિંછીયા તાલુકામાં વિવિધ ગામો જેમા સમઢીયાળા-ગૌરયા-નડાળા રોડ પર મેજર બ્રીજ તથા એપ્રોચ રોડ અને સ્લેબ ડ્રેઇનનું કામ, બેલડા એપ્રોચ રોડ પર માઇનોર બ્રીજ તથા એપ્રોચનું કામ, થોરીયાળી-રૂપાવટી-પીપરડી-સનાળી-દેવધરી રોડ પર માઇનોર બ્રીજ તથા બોક્સ કલવર્ટનું કામ, દેવધરી-આંકડિયા રોડ પર 3 માઇનોર બ્રીજ તથા એપ્રોચ રસ્તાનું કામ, SH થી હાથસણી રોડ પર માઇનોર બ્રીજ તથા બોક્સ કલવર્ટનું કામ, SH થી કોટડા રોડ પર માઇનોર બ્રીજ (એપ્રોચ સાથે) નું કામ, MDR થી વેરાવળ (ભ) – પાટીયાળી રોડ પર 2 માઇનોર બ્રીજ તથા એપ્રોચનું કામ, નવાગામ-સોમલપર રોડ પર મેજર બ્રીજ તથા એપ્રોચ રોડનું કામ, SH થી ગુંદાળા (જસ) રોડ પર માઇનોર બ્રીજ (એપ્રોચ સાથે) નું કામ તેમજ ફુલઝર-લાલાવદર રોડ પર માઇનોર બ્રીજ (એપ્રોચ સાથે) નું કામ કરવામાં આવશે. રૂપિયા 50 કરોડના ખર્ચે થનાર આ વિકાસના કામોથ વિંછીયા તાલુકાના અંતરિયાળ વિસ્તારોને મજબૂત રોડ નેટવર્ક મળશે જેના થકી વાહોનોની અવરજવરમાં સરળતા અને સુગમતા આવશે તેમ અંતમાં કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું સાથે આ પંથકના ખેડૂતો રાહદારીઓ અને લોકોએ છેવાડાના વિસ્તારોની નોંધ લેતા મંત્રી નો હૃદય પૂર્વક આભાર પ્રગટ કર્યો હતો.