વિનું સૌથી મોટું સ્વયંસેવી સંગઠન “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” નું બીજ આજથી લગભગ 100 વર્ષ પહેલા 192પ ના વિજયા દસમીના દિને નાગપુરનાં એક મેદાનમાં માત્ર
પંદર-વીસ યુવાનોને લઇને ડો. કેશવ બલીરામ હેડગેવારે રોપ્યું હતું. આ બીજે આજે દેશભરમાં વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
હેડગેવારનો જન્મ નાગપુરના એક ગરીબ પરિવારમાં 1889 નાં ગુડી પડવાના દિવસે થયો હતો. ડોકટરીનો અભ્યાસ પૂરો કર્યા બાદ, કુટુંબની આર્થિક જરૂરિયાત હોવા છતાં ડોકટરી ન કરી. તેમણે દેશસેવા કરવાનું મન બનાવી લીધું હતુંઅને તે સમયે ચાલતાં આઝાદીનાં આંદોલનમાં જોડાઇ ગયા.
લોકોને આઝાદીના આંદોલમાં જોડવા હેડગેવાર આગઝરતાં પ્રવચનો કરતાં. આવા જ એક પ્રવચન કરવાં બદલ ‘બળવાખોરી’ નાં આરોપસર 1921 ની સાલમાં હેડગેવારને એક વર્ષની આકરી કેદની સજા થઇ.
હેડગેવારે જેલવાસ દરમિયાન રાત-દિવસ ચિંતન અને મનોમંથન કર્યું કે, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા શ્રેષ્ઠ, સહિષ્ણું અને આદર્શ છે. ભારતીય લોકો નીતિવાન, ગુણવન, દયાવાન અને સદાચારી છે, છતાં આપણે ગુલામ કેમ છીએ ? સદીઓથી આ દેશ અને આ પ્રજા પર વિદેશી મુસ્લિમ આક્રાંતાઓ હુમલાઓ શા માટે કરી જાય છે ? મનોમંથનના અંતે હેડેગેવારને એવું લાગ્યું કે, ભારતની બહુમતિ હિન્દુ પ્રજા વેરવિખેર છે અને સંગઠીત નથી તેનું આ પરિણામ છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે હિન્દુ સંગઠન અનિવાર્ય છે.
રા.સ્વ. સંઘની સ્થાપના પછી હેડગેવાર દેશભરમાં સતત પ્રવાસ કરતાં રહ્યાં. સંઘ વિષે લોકોને સમજાવતા રહ્યા અને સંઘ સાથે જોડતા રહ્યાં. દેશભરમાં સંઘની શાખાઓની સંખ્યા વધતી રહી. લોકો હોંશે હોંશે તેમાં જોડાતા રહ્યાં. ગેરૂ રંગના ભગવા ધ્વજ સમક્ષ બાળક, તરૂણ, પ્રૌઢ લોકો ભેગા થાય છે. સ્વદેશી રમતો રમે છે. સૂર્યનમસ્કાર, આસનો, વ્યાયામ કરે છે. દેશભકિતના ગીતો ગાય છે. દેશભકતોના જીવન ચરિત્રો વિષે ચર્ચા કરે છે. અંતમાં ધ્વજ સમક્ષ માતૃભૂમિને વંદન કરતી પ્રાર્થના ગાઇ છૂટા પડે છે. આ કાર્યક્રમ દરરોજ, ચોકકસ સમયે અને નિયત સ્થળે અચૂક થાય છે.
1925 માં પંદર-વીસ સ્વયંસેવકોથી શરૂ થયેલ સંઘ શાખા આજે દેશભરમાં હજારો મેદાનો પર, લાખો સ્વયં સેવકો દ્વારા ચાલી રહી છે. સંઘે દેશના કોઇપણ ભાગને વણ સ્પર્શયો નથી રાખ્યો. સમાજનું કોઇપણ જનજૂથ – વિદ્યાર્થી શિક્ષક, ખેડૂત, શ્રમજીવી, વ્યાપારી, કારીગરો, નોકરિયાત, ઉદ્યોગપતિઓ, બુધ્ધિજીવીઓ કે બીજા ધંધાદારીઓ તેના કાર્યવ્યાપથી છૂટયું નથી.
આઝાદીપછી દેશમાં સૌથી વધુ અધ:પતન થયું હોય તો તે આપણાં દેશનાં નેતૃત્વનું થયું છે. પછી તે નેતૃત્વ સામાજિક સંસ્થાઓનું હોય, ધાર્મિક કે રાજકીય હોય. સતત વિવાદ થતાં રહે છે. દરેક ક્ષેત્રનું નેતૃત્વ ડામાડોળ છે. પરંતુ, રા.સ્વ. સંઘના 100 વર્ષના ઇતિહાસમાં નેતૃત્વ મુદે કદી કોઇ વિવાદ કે ઝગડો થયો નથી. સંઘના આદ્ય સ્થાપક હેડગેવારથી લઇ આજના મોહન ભાગવત સુધીના ‘સરસંઘચાલક’ ની નિમણુંકો અલગ ભાત પાડે છે.
100 વર્ષના સંઘના આયુષ્યમાં માત્ર છ વખત જ નેતૃત્વ પરિવર્તન થયું છે. એ પણ સંઘવડાના મૃત્યુના કારણે અથવા ઉંમર કે બિમારીના કારણે. સતત પંદર વર્ષસુધી સંઘના સરસંઘ ચાલક પર રહ્યાં બાદ 21 જૂન, 1940 ડો. હેડગેવારનું અવસાન થયું.
3 જુલાઇ, 1940 ના દિવસે હેડગેવારની ઇચ્છાનુસાર તેમના સહકાર્યકર માધવરાવ સદાશિવરાવ ગોળવલકર (શ્રી ગુરૂજી) ને સંઘના સરસંઘચાલક તરીકે જાહેર કરવામાં આવ્યાં. આ સમયે શ્રી ગુરૂજીની ઉંમર માત્ર 25 વર્ષની હતી. 5 જૂન, 1973 ના રોજ શ્રી ગુરૂજીનું અવસાન થતાં તેમની ઇચ્છાનુસાર સંઘની જવાબદારી બાળા સાહેબ દેવરસને સોંપવામાં આવી. શ્રી ગુરૂજી 33 વર્ષ સુધી સરસંઘચાલક તરીકે રહ્યાં હતાં.
બાળા સાહેબ દેવરસનું સ્વાસ્થ્ય સારૂં ન રહેતા તેમણે 11 માર્ચ, 1994 ના રોજ નાગપુર ખાતે “અખિલ ભારતીય પ્રતિનિધિ” સભાની બેઠકમાં પોતાની હયાતીમાં જ પ્રા. રાજેન્દ્રસિંહ (રજજુભૈયા) ની સરસંઘ ચાલક પદ પર નિયુકિત જાહેર કરી દીધી.
માર્ચ 2000 ની સાલમાં રાજેન્દ્રસિંહનું અવસાન થતાં તેમની જગ્યા પર સરસંઘચાલક તરીકે કે. સુદર્શનની નિયુકિત કરવામાં આવી. નાતંદુરસ્ત તબિયતને કારણે માર્ચ, 2009 માં મોહનભાગવતને સરસંઘચાલક પદ પર નિયુકત કરવામાં આવ્યા. હાલમાં મોહન ભાગવત સરસંઘ ચાલક છે.
આજના યુગમાં કોઇપણ ક્ષેત્રનું નાનું – મોટું પદ મેળવવા લોકો સામ, દામ, દંડ અને ભેદની કપટ નીતિ અપનાવતા અચકાતા નથી ત્યારે રાષ્ટ્રીય કક્ષાના વિરાટ સંઘના નેતૃત્વ માટે કોઇ ખેંચતાણ નહિ. દેશમાં આવતી કુદરતી કે માનવ સર્જીત આફતો સમયે સંઘનાં સ્વયંસેવકોનું રાહતકાર્ય અને સેવા કાર્ય અતિ ઉમદા બની રહે છે. સેવાકાર્યમાં સંઘ જરાપણ જાતિ કે પંથ ભેદ રાખતું નથી.
હરિયાણાના ચરખી – દાદરીની વિમાની હોનારતમાં બધા મુસાફરો મુસલમાન હતાં. સંઘના સ્વયંસેવકોએ તમામ મૃતદારોને ઇસ્લામી પરંપરા મુજબ દફનાવ્યા. મોરબીની મચ્છુ પૂર હોનારત રમઝાન માસમાં આવી હતી. રાજકોટની એક રાહત શિબિરમાં રખાયેલા 4000 જેટલાં મુસલમાનોને એક પણ દિવસનો ભંગ પાડયા વગર ધર્માચરણ કરી શકે તે માટે (રોજા રાખવાં) પૂર્ણ સગવડ પૂરી પાડવામાં આવી હતી. વહેલી રસોઇ કરીને સૂર્યોદય પહેલાં જ એમને ભોજન અપાતું.
કચ્છમાં આવેલ ભયાનક ભૂકંપ સમયે સંઘના સ્વયં સેવકોની રાહત કામગીરી દુનિયાએ બિરદાવી હતી. દુનિયાની સૌથી મોટી ચેરિટી સંસ્થા “સેલ્વેશન આર્મી” કચ્છમાં રાહત કાર્ય માટે આવી હતી. બે મહ્યિના પછી સંસ્થાના વડા મેજર માઇકલે પત્રકારોને જણાવ્યું હતું કે, કચ્છની સર્વશ્રેષ્ઠ રાહત કામગીરી માટે એક સેલ્યૂટ લશ્કરના જવાનોને મારવાની થાય છે અને બીજી સેલ્યૂટ આર.એસ.એસ. ના સ્વંયસેવકોને મારવાની થાય છે.
સંઘ સ્થાપનાના દસ દાયકાઓમાં હિન્દુઓના વૈચારિક આંદોલને વેગ પકડયો છે તે બેજોડ છે. હિન્દુઓ કદી સંગઠીત ન થઇ શકે તે માન્યતા ભૂતકાળ બની ગઇ છે. આજે જે ચિત્ર ઉપસે છે તે, મતભેદો અને સાંપ્રદાયિક ભેદભાવો પાર કરીને, સમર્થ, સંગઠીત અને આત્મવિાસયુકત એકમ તરીકે ખડા થતાં હિન્દુનું છે.