આ પહેલા તેમના પુત્ર પ્રિયંક ખડગેએ પણ આરએસએસ પર પ્રતિબંધ લગાવવા માટેની માંગણી કરી હતી
New Delhi, તા.૩૧
કર્ણાટકમાં કોંગ્રેસ વિરુદ્ધ આરએસએસનો વિવાદ તૂલ પકડી રહ્યો છે. પુત્ર પ્રિયંક ખડગે બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આરએસએસના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાના રાજ્ય સરકારના નિર્ણયનું સમર્થન કર્યું છે. ખડગેએ કહ્યુ- આ મારો અંગત વિચાર છે કે આરએસએસ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ કારણ કે દેશમાં કાયદો વ્યવસ્થાની મોટા ભાગની સમસ્યા આરએસએસ-ભાજપને કારણે છે. તેણમે કહ્યું કે ૧૯૪૮મા મહાત્મા ગાંધીની હત્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે પણ આરએસએસની આલોચના કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષે તે પણ દાવો કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂઠને સત્યમાં બદલવામાં માહિર છે. તેમણે કહ્યું કે પટેલે ભારતના ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક સ્વરૂપની રક્ષા માટે આરએસએસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તમે (ભાજપ) દરેક વસ્તુ માટે કોંગ્રેસને દોષ આપો છો તો તમારી કરતૂત પણ જોઈ લો. ખડગેએ કહ્યુ- સત્યને હટાવવાનો પ્રયાસ કરી લો, તે હટશે નહીં.
તેમણે કહ્યું કે આજે સરદાર પટેલની જન્મ જયંતિ છે અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની પુણ્ય તિથિ છે. સરદાર પટેલ લોખંડી પુરૂષ હતા તો ઈન્દિરા ગાંધી આયરન લેડી હતી.
બંનેએ દેશને એક સૂત્રએ બાંધવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે ઈતિહાસ જણાવે છે કે કોંગ્રેસે દેશ માટે શું કર્યું છે. તેમણે સરદાર પટેલના તે પત્રનો ઉલ્લેખ કર્યો કે જે તેમણે આરએસએસના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને લખ્યો હતો. તેમણે કહ્યુ- સરદાર પટેલે પણ પોતાના પત્રમાં તે કહ્યું હતું કે આરએસએસે તેવો માહોલ તૈયાર કર્યો હતો કે મહાત્મા ગાંધીની હત્યા કરી દેવામાં આવી.
ખડગેએ કહ્યું, “આરએસએસના સભ્યો સતત પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ વચ્ચેના સંઘર્ષ વિશે વાત કરે છે, જ્યારે બંને વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા અને તેઓ ઘણીવાર એકબીજાની પ્રશંસા કરતા જોવા મળતા હતા. નેહરુ હંમેશા દેશને એક કરવા બદલ પટેલની પ્રશંસા કરતા હતા.” તેમણે કહ્યું, “હું ભાજપને કહેવા માંગુ છું કે દહીંમાં કાંકરા ન શોધો. બધા તમારો ઇતિહાસ જાણે છે. નેહરુએ ગુજરાતમાં પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું અને સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કર્યો તે પહેલા હતા.”

