New Delhi,તા.25
દેશમાં 15 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને આજે ભાજપે સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવ્યો છે. આ તકે વડાપ્રધાન મોદીએ પોતાના વિચારો શેર કરતા કહ્યું હતું કે, જયારે દેશમાં કટોકટી લાદવામાં આવેલી ત્યારે હું આરએસએસનો યુવા પ્રચારક હતો.
ઈમરજન્સી વિરુદ્ધ આંદોલન મારા માટે શીખવાનો એક અનુભવ હતો. તેણે આપણા લોકશાહી માળખાને બચાવી રાખવાના મહત્વને ફરીથી પુષ્ટ કર્યું છે. મને ખુશી છે કે બ્લુક્રાફટ ડિઝીટલ ફાઉન્ડેશને એ અનુભવોમાંથી કેટલાકને એક પુસ્તકના રૂપમાં સંકલીત કર્યા છે, જેની પ્રસ્તાવના એચ.ડી.દેવગૌડાએ લખી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે લોકશાહી ઈતિહાસમાં સૌથી કાળા અયયોમાનો એક ઈમરજન્સી લાગુ થવાને 50 વર્ષ પુરા થયા છે. ભારતના લોકો આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવે છે.
આ દિવસે ભારતીય બંધારણમાં નિહિત મૂલ્યોની અવગણના કરાઈ હતી. મૌલિક અધિકારોને સસ્પેન્ડ કરાયા હતા, પ્રેસની સ્વતંત્રતાને ખતમ કરી દેવામાં આવી હતી.
અનેક રાજનીતિક નેતાઓ, સામાજીક કાર્યકર્તાઓ, છાત્રો અને આમ નાગરિકોને જેલમાં ભરવામાં આવ્યા હતા. એવું લાગતું હતું કે એ સમયે સતામાં બેઠેલી કોંગ્રેસ સરકારે લોકશાહીને બંધક બનાવી દીધી હતી.
નિયત આજે પણ તાનાશાહી વાળી: જે.પી.નડ્ડા: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે 25 જૂન 1975ની અડધી રાત્રે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આંતરિક અશાંતિનું બહાનુ બનાવી દેશમાં ઈમરજન્સી થોપી દેશના બંધારણની હત્યા કરી હતી, આજે 50 વર્ષ બાદ પછી પણ કોંગ્રેસ તે માનસિકતા સાથે ચાલી રહી છે, તેની નિયત આજે પણ તેવી જ તાનાશાહી જેવી છે.
ઈમરજન્સી અન્યાય કાળ હતી: અમિત શાહ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈમરજન્સીને અન્યાય કાળ કહી હતી. ઈમરજન્સીની પરીસ્થિતિ મજબૂરીની નહીં, બલકે તાનાશાહી માનસિકતા અને સતાની ભૂખની ઉપજની હોય છે. 25 જૂન બધાને યાદ અપાવે છે કે કોંગ્રેસ સતા માટે કઈ હદ સુધી જાય છે.