Surendranagar, તા.19
સુરેન્દ્રનગરના લીમડી બસ સ્ટેન્ડમાં પાર્ક કરવામાં આવેલા વાહનોમાંથી હવા કાઢી નાખવામાં આવતા વાહન ચાલકોમાં રોજ જોવા મળ્યો છે લીમડી બસ સ્ટેન્ડમાં પાર્ક કરવામાં આવેલા બાઇક માંથી હવા કાઢી નાખવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
ખાસ કરીને સુરેન્દ્રનગરના લીમડી બસ સ્ટેન્ડમાં જ્યારે પેસેન્જર અપડાઉન કરતા હોય ત્યારે વાહન પાર્કિંગ બસ સ્ટેન્ડની અંદર કરતા હોય છે ત્યારે બસ સ્ટેન્ડ ની અંદર પાર્કિંગ કરેલા દસથી વધુ વાહનોના ટાયર માંથી હવા કાઢી નાખવામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે.
જોકે આ મુદ્દે વાહન ચાલકો દ્વારા તાત્કાલિક હેલ્પલાઇન નંબર 112 નો સંપર્ક કરી અને તેને બોલાવવામાં આવી હતી અને આ દિશામાં તપાસ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી બીજી તરફ વાહન ચાલકો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે રૂપિયાની લાલચે છે વાહન પાર્કિંગ સ્ટેન્ડ ધારકો છે.
તેમના દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે બસ સ્ટેન્ડની અંદર તમામ પ્રકારની પ્રવૃત્તિઓનું ચેકિંગ કામગીરી કરી અને જેમના દ્વારા વાહનોની હવા કાઢી નાખવામાં આવી છે તેમના ઉપર પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે..
10 થી વધુ વાહનોની ટાયર માંથી હવા કાઢી નાખવામાં આવતા વાહનચાલકોને અગવડતા ભોગવી પડે છે અને અન્ય વાહનોનો સહારો લઈ અને મુસાફરી કરવી પડી છે 112 નો સંપર્ક કર્યા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને આ દિશામાં તપાસ કરી અને યોગ્ય પગલા ભરવાની માંગ પણ ભોગ બનેલા વાહનચાલકો દ્વારા કરવામાં આવી છે.

