Rajkot તા.16
લોકમેળાની રાઈડસની એસઓપીના મુદે સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં લોકોની સુરક્ષામાં બાંધછોડ કર્યા વગર વ્યવહારૂ નિયમો બનાવવા જરૂરી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, રાઈડસ સંચાલકો ગઈકાલે રાઈડસની એસઓપીના મુદે સાંસદ પરસોતમ રૂપાલાની બીજી વખત મુલાકાત લઈ રજૂઆત કરી હતી. ત્યારે સાંસદ રૂપાલાએ રાઈડસ સાથે લોકમેળો થવો જોઈએ તેમ જણાવ્યું હતું અને આ બાબતે તેઓ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે તેવી હૈયાધારણા રાઈડસ સંચાલકોને આપી હતી.
આ દરમ્યાન સાંસદ રૂપાલાએ આજે ‘સાંજ સમાચાર’ સાથે કરેલી વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે લોકમેળાની રાઈડસના મામલે લોકોની સુરક્ષામાં બાંધછોડ કર્યા વગર વ્યવહારૂ નિયમ બનાવવા આવશ્યક છે.