Kodinar,તા.22
બજરંગ ગૃપને ૨૦૧૪ ના વર્ષમાં પરષોત્તમભાઈ રૂપાલાએ એમ્બ્યુલન્સ માટે રાજ્યસભાની ગ્રાન્ટ ફાળવી હતી જે એમ્બ્યુલન્સ ૧૧ વર્ષે લોક સેવામાં કાર્યરત જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા માર્કેટિંગ યાર્ડમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા રૂપાલા સાહેબે બજરંગ ગૃપના કાર્યકરોની પીઠ થાબડી હતી તે વેળા એ મૂકેશભાઈ સંઘાણી, જયન્તિભાઈ તારપરા, અશ્વિનભાઈ કુંજડીયા, પરેશભાઈ પટ્ટણી, ધર્મેન્દ્રભાઈ લહેરૂ, જીજ્ઞેશપુરી ગોસ્વામી સહિત ઉપસ્થિત રહ્યા હતા બજરંગ ગૃપની અનેકવિધ સેવાઓ જેમાં અપંગો માટે, બ્લડ, ટીફીન સેવા, મેડીકલ સેવા, છાસ કેન્દ્ર લોક પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલતા વિશે રૂપાલા સાહેબ સમક્ષ છણાવટ કરવામાં આવી હતી

