Moscow
રશિયાએ ફરી એક વખત યુક્રેન પર તબાહી જેવા મોટા આક્રમણમાં 12 કલાક સુધી યુક્રેનને ધમરોળ્યું હતું તથા કિવ અને આસપાસના ક્ષેત્રમાં 600થી વધુ ડ્રોન તથા મિસાઈલ દાગ્યા હતા જેમાં 4 નાગરિકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા.
યુક્રેને આ વિસાને સામાન્ય નાગરિકો પર આતંકના હુમલા જેવો ગણાવ્યો હતો. એક માસ પુર્વે રશિયાએ કિવ પરના અત્યાર સુધીના સૌથી મોટા હુમલો કર્યો તેમાં 21 નાગરિકો માર્યા ગયા હતા તે બાદના આ બીજો મોટો હુમલો છે.
બીજી તરફ રશિયાના ભીષણ બનતા જતા આક્રમણને ધ્યાનમાં રાખીને પોલેન્ડે તેની યુદ્ધ તૈયારીઓ વધારી છે. એરફોર્સને તેની તમામ લડાયક ક્ષમતા એલર્ટ પર મુકવા આદેશ આપ્યો છે. હાલમાંજ રશિયાના કેટલાક ડ્રોન પોલેન્ડની હવાઈ સીમામાં ઘુસી ગયા હતા તે બાદ યુરોપમાં ચિંતા વધી છે.