Russia,તા.5
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કેમિકલ વેપનના પ્રથમ વખત ઉપયોગનો દાવો કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડચ અને જર્મન બંને દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આ વાતને સમર્થન આપ્યું છે.
આમ રશિયા કેમિકલ વેપનનો ઉપયોગ સતત વધારી રહ્યુ છે અને સંભવત: પરમાણુ શસ્ત્રોના વિકલ્પ તરીકે તેનો ઉપયોગ કરે છે. આના પગલે બંને દેશોની સરકારોએ રશિયા પર વધુ આકરા પ્રતિબંધોની ભલામણ કરી છે.
યુક્રેન સાથેની એક હજાર કિ.મી.ની ફ્રન્ટ લાઇન પર દુશ્મન દળો પર દબાણ લાવવાના હેતુથી રશિયાએ આ હુમલો કર્યો હતો. જો કે રશિયાના મોટાભાગના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા અને 11માંથી નવ મિસાઇલ યુક્રેનમાં ત્રાટકવામાં સફળ રહી હતી.
રશિયાએ યુક્રેનના દનિપ્રોપેટ્રોવ્સ્ક, સુમી, ખાર્કિવ, ચેર્નિવ, કીવમાં હુમલો કરીને ત્યાં નુકસાન પહોંચાડવામાં સફળતા મેળવી હતી. ઇમરજન્સી સર્વિસિઝે રાજધાનીના દસમાંથી પાંચ જિલ્લામાં નુકસાન થયાનું જણાવ્યું હતું. આ હુમલામાં યુક્રેનમાં 23 જણને ઇજા થઈ હતી.
યુક્રેનના એર ડિફેન્સે 270 ટાર્ગેટ શૂટ કર્યા હતા. તેમા બે ક્રુઝ મિસાઇલનો સમાવેશ થાય છે. જ્યારે બીજા 208 ટાર્ગેટ રાડારથી ગુમ થઈ ગયા હતા. તેને જામ કરી દેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
આમ છતા રશિયાના નવ મિસાઇલ અને 63 ડ્રોન યુક્રેન પર ત્રાટકવામાં સફળ રહ્યા હતા. આંતરી લેવામાં આવેલા ડ્રોનનો કાટમાળ 33 સ્થળોએ પડેલો મળી આવ્યો હતો. આ ઉપરાંત 14 માળના રહેણાક બિલ્ડિંગ પર મિસાઇલ ત્રાટકતા તે આગમાં લપેટાઈ ગયું હતું.