રશિયાએ ભારતને પોતાની પાંચમી પેઢીના G-૫૭ સ્ટીલ્થ ફાઇટર જેટની સપ્લાઇ અને લોકલ પ્રોડક્શનની ઓફર આપી છે
Russia,તા.૨૩
ભારત અને રશિયાની મિત્રતા સમયની સાથે સાથે વધુ મજબૂત બની ગઇ છે. આ વચ્ચે ભારતની વાયુ શક્તિને વધુ શક્તિશાળી બનાવવા અંગે એક મહત્વનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ભારત પહેલેથી જ જી-૪૦૦ના સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યુ છે. અને આ ક્ષેત્રમાં સહયોગને આગળ વધારવાની સંભાવના છે. રશિયા પાસેથી મળેલા જી-૪૦૦ ટ્રાયંફ એક ડિફેન્સ સિસ્ટમે હાલમાં જ ઓપરેશન સિંદૂર દરમિયન મોટી ભૂમિકા નિભાવી હતી. અને હવે રશિયાએ ભારતને પોતાની પાંચમી પેઢીના જીે-૫૭ સ્ટીલ્થ ફાઇટર જેટની સપ્લાઇ અને લોકલ પ્રોડક્શનની ઓફર આપી છે. આવો જાણીએ જીે-૫૭ ફાઇટર જેટની ખાસિયતો વિશે.
G-૫૭ એ રશિયા દ્વારા વિકસિત પાંચમી પેઢીનું અતિઆધુનિક સ્ટેલ્થ મલ્ટી-રોલ ફાઇટર જેટ છે. આને રશિયાની મુખ્ય એરોસ્પેસની સુખોઇ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વિમાન અમેરિકાના હ્લ-૨૨ જેટલાં જ શક્તિશાળી માનવામાં આવે છે.
G-૫૭ની પહેલી પરીક્ષણ ઉડાન ૨૦૧૦માં થઈ હતી અને ત્યારથી રશિયા સતત તેમાં નવી ટેક્નોલોજી ઉમેરતું આવ્યું છે. આ વિમાન હવા-થી-હવા, હવા-થી-જમીન હુમલાઓ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ જેવી અનેક ભૂમિકાઓમાં નિષ્ણાત છે
મુખ્ય ખાસિયતો
૧. સ્ટીલ્થ ટેક્નોલોજી
જીે-૫૭નું ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે રડારમાં બહુ ઓછું દેખાય છે. તેની બોડી મટિરિયલ અને ખાસ પેઇન્ટિંગથી દુશ્મનની રડાર તરંગો આને પકડી નથી શકતી.જેથી શત્રુની સીમામાં પ્રવેશ કરીને ગોપનીય રીતે મિશન પૂરું કરી શકે છે.
૨. સુપરક્રૂઝ ક્ષમતા
આ વિમાન આફ્ટરબર્નર વિના (જે વધુ ઇંધણ વાપરે છે) અવાજથી વધુ ઝડપે ઉડી શકે છે. આ ક્ષમતા “સુપરક્રૂઝ” તરીકે ઓળખાય છે, જે લાંબી અંતરયાત્રા માટે ખૂબ ઉપયોગી છે.
૩. અદ્યતન એવિઓનિક્સ સિસ્ટમ
G-૫૭માં આધુનિક રડાર, સેન્સર્સ, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને ડેટા-લિંક ટેક્નોલોજી છે. આ રડાર એક સાથે અનેક શત્રુ વિમાનો અને મિસાઈલોને ટ્રેક કરી શકે છે.
૪. સુપર મેન્યુવરબિલિટી
G-૫૭ ના વિમાનની ડિઝાઇન અને તેના એન્જિન એવી રીતે બનાવવામાં આવી છે કે તે ઝડપથી હવામાં દિશા બદલી શકે છે. તે અન્ય વિમાનોની તુલનામાં ખૂબ જ ચપળ માનવામાં આવે છે, જે તેને દુશ્મનોને ફેરવવાની અને ટાળવાની ક્ષમતા આપે છે.
૫. મલ્ટી-રોલ ક્ષમતા
G-૫૭ માત્ર હવાઈ યુદ્ધ માટે નથી, દુશ્મનની જમીન પરના ઠેકાણાઓને પણ ટાર્ગેટ કરી શકે છે. આ સિવાય તે ઇલેક્ટ્રોનિક યુદ્ધ માટે પણ ઉપયોગી છે.
૬. ઊંચી ઝડપ અને લાંબી રેન્જ
આ વિમાનની મહત્તમ ઝડપ લગભગ ૨,૬૦૦ કિમી પ્રતિ કલાક છે અને એક વખત ઈંધણ ભરીને લગભગ ૩,૫૦૦ કિલોમીટર સુધી ઉડી શકે છે.
૭. ભવિષ્યની ટેક્નોલોજી
G-૫૭માં સતત નવા એન્જિન, આધારિત સિસ્ટમ્સ અને ડ્રોન-સ્વાર્મ કંટ્રોલ જેવી નવીનતમ ટેક્નોલોજી ઉમેરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આ વિમાન રશિયાની વાયુસેનાનું મુખ્ય શસ્ત્ર બની શકે છે.
જો G-૫૭ ફાઇટર જેટ ભારત પાસે આવે છે, તો ભારતની વાયુશક્તિમાં વધુ તાકત વધશે. રશિયાનો આ પ્રસ્તાવ ભારતની રક્ષા તૈયારીને એક નવા સ્તરે લઈ જવાનું પગલું સાબિત થઈ શકે છે. પાંચમી પેઢીનું આ સ્ટેલ્થ મલ્ટી-રોલ ફાઇટર જેટ ભારતીય વાયુસેનાના બેડામાં શામેલ થાય, તો શત્રુઓ માટે તે ખરેખર “કાળ” સાબિત થઈ શકે છે.