Pentagon,તા.8
અમેરિકા અને રશિયા વચ્ચે તનાવ દરમિયાન ક્રેમલીન અને બીજીંગે અમેરિકા સાકે એક એવું યુધ્ધ શરૂ કરી દીધું છે. જે અમેરિકાને અંદરથી નબળું પાડી રહ્યું છે, આ યુધ્ધ જાસૂસીનું છે, જેમાં અમેરિકી ટેકનિક ચોરીને તેનું કલોનીંગ કરીને જવાબ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
અત્યાર સુધી આ કામમાં ચીનને માહિર માનવામાં આવતું હતું, હવે રશિયાએ પણ આ કામ શરૂ કરી દીધુ છે. ખાસ વાત એ છે કે રશિયાએ અમેરિકાની સેનામાં જ છીંડુ પાડી દીધુ છે. પુતિનનો જાસૂસ દિવસ-રાત અમેરિકી સેનાની ખબરો ચોરીને રશિયાને આપી રહ્યો હતો. હવે આ જાસૂસની ધરપકડ કરી લેવામાં આવી છે.
રશિયાનો આ જાસૂસ અમેરિકા સેનામાં સૈનિક તરીકે સામેલ થઈ ગયો હતો અમેરિકી ન્યાય વિભાગના અનુસાર અમેરિકી યુધ્ધ ટેન્કોની સંવેદનશીલ જાણકારી ચોરવામાં આવી રહી હતી. ટેન્કોની જાણકારી રશિયન સરકારને પહોંચાડવામાં આવી રહી હતી અને આ કામમાં એક અમેરિકી સૈનિક પણ સામેલ હતો.
રશિયાના જાસૂસને બુધવારે પકડી લેવામાં આવ્યો હતો. જાસૂસ પાસેથી અન્ય બખ્તરબંધ લડાયક વાહનનો ડેટા પણ મળ્યો છે. એવો દાવો કરાયો છે કે તે અબરામ્સ ટેન્કની અનેક મહત્વની ડિટેલ તે રશિયા મોકલી ચૂકયો છે.