Ukraine,તા.07
રશિયાના એનર્જિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર યુક્રેને ઘાતક હુમલા શરૂ કરી દીધા છે, સાથે તેનો ટેમ્પો વધારતું જાય છે. યુક્રેને રશિયાની ઑઇલ રિફાઇનરીઝ અને ફ્યુએલ ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટીમ્સ (પાઇપ લાઇન્સ) ઉપર પણ ડ્રોન હુમલા શરૂ કર્યા છે. ગત ઑગસ્ટમાં રોજ ૩થી ૪ હુમલા કરાયા હતા તે અત્યારે વધીને પાંચથી છ સુધી પહોંચ્યા છે. ગયા સપ્તાહે યુક્રેનના ડ્રોને કાળા સમુદ્રના તટ ઉપર આવેલા બાશ્કોટ સ્નાનમાં યુક્રેને એક રીફાઇનરી કોમ્પ્લેક્ષ તોડી પાડયો હતો. આ કોમ્પ્લેક્ષ યુક્રેનથી ૧,૩૦૦ કી.મી. દૂર આવેલો છે. આ ઉપરાંત ૧૦૦૦ કી.મી. દૂર આવેલા યુવાશિયામાં એક પમ્પીંગ સ્ટેશન પણ યુક્રેને તોડી પાડયું હતું.૧ ઑક્ટોબરના દિવસે યારોસ્લાવ સ્થિત મોટી રિફાઇનરી ઉપર પ્રમાણે હુમલો કર્યો હતો. જો કે રશિયા કહે છે કે, આવી કોઈ ઘટના બની જ નથી તે રીફાઇનરી ટેકનિકલ ક્ષતિને લીધે બંધ કરવી પડી હતી. જો કે, પછીથી તે સક્રિય પણ કરાઈ છે. હુમલાને લીધે તેને કોઈ નુકસાન થયું ન હતું. આમ છતાં યુક્રેને ડ્રોન વિમાનો દ્વારા રશિયા ઉપર વણથંભ્યા હુમલા કરવાનું ચાલુ રાખ્યા છે. બીજી તરફ રશિયા પણ તેના મિસાઇલ્સ હુમલા ચાલુ રાખે છે એવું લાગે છે હમાસ- ઇઝરાયલ યુદ્ધમાં તો શાંતિ સ્થપાઈ જશે પરંતુ આશરે ૩ વર્ષથી ચાલી રહેલા રશિયા શાંતિ યુક્રેન યુદ્ધમાં સ્થપાવાની આ તબક્કે તો સંભાવના દેખાતી નથી.