Sabarkantha,તા.૬
સાબરકાંઠામાં કોરોડોના બીઝેડ સ્કેમમાં શિક્ષક એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે. જેમાં શિક્ષકે એજન્ટ બનીને મોટુ રોકાણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ શિક્ષક ભુપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમમાં શિક્ષક એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ શિક્ષક ખેડબ્રહ્માની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવમાં અલ્પેશ નામના શિક્ષકનો ફોટો પણ વાયરલ થયો છે. તેની કાર સહિત મોબાઈલ સાથેનો ફોટો વાયરલ થયો છે. આ સિક્ષક ભૂગર્ભમાં જતો રહેતો મોટાભાગના રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા છે. આ સિક્ષકના ફોટા સામે આવ્યા બાદ પણ સિક્ષણ વિભાગઅજાણ હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને છાવરી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.