New Delhi,તા.24
કોઈ ગુનો કરે તો તેને સુધારવા માટે જેલમાં મોકલવામાં આવે છે પણ ભારતમાં આ જેલ ગુનેગારોને સુધારવાને બદલે જાણે અપરાધીઓનો અડ્ડો બની ચૂકી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતની સાબરમતી જેલ હોય કે દિલ્હીની તિહાર જેલ હોય બધી જગ્યાએ ગુંડા-બદમાશો, મોજ-મસ્તી કરી રહ્યા છે.
તેઓ સુધરવા કે પશ્ચાતાપ કરવાને બદલે જેલમાં રહીને ખુલ્લંખુલ્લા અને હાંકથી જબરદસ્તીથી વસુલી, ફાયરીંગથી ભય ફેલાવવો, કોન્ટ્રેકટ કિલીંગ અને ગેરકાયદે હથિયાર સપ્લાય કરી રહ્યા છે. ગુંડા-બદમાશોનું જેલમાં હથિયાર ફોન હોય છે.
ગુજરાતની સાબરમતી જેલ ચર્ચામાં
ગુજરાતની સાબરમતી જેલમાં પહેલા યુપીનો માફીયા અતિક અહેમદે 2019થી 2023 દરમિયાન પોતાનો કાળો કારોબાર ચલાવ્યો હતો. તે લખનૌના બિલ્ડરોથી માંડીને નેતાઓ સુધી જબરદસ્તીથી ખંડણી વસુલતો હતો. હવે આ જેલનું ‘નામ’ કરી રહ્યો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દિલ્હીમાં 12 સપ્ટેમ્બરે નાદિર શાહના મર્ડરનો ઓર્ડર તેમણે સાબરમતી જેલમાંથી આપ્યો હતો.
જેલમાં જ એકસ્ટોર્શન રેકેટ
તાજેતરના એક મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, રાજસ્થાનની દૌસા જેલમાં બંધ યુપીનો ગેંગસ્ટર મહતાબ કાના અને લોરેન્સ સિન્ડીકેટનો સુમીત યાદવ એકસ્ટોર્શન રેકેટ ચલાવી રહ્યો છે. મહતાબ હવે યુપીના મુકીમ કાલા ગેંગને સંભાળી રહ્યો છે.
લગામ કેમ નથી લગાતી?
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જેલમાં અપરાધીઓ પૈસા ખર્ચીને બધા પ્રકારની સુવિધાઓ મેળવી રહ્યા છે. જેલમાં ફોન ચાલતો રહે છે, જેનાથી ગેંગ ઓપરેટ થતી રહે છે. પહેલા નોર્મલ કોલ કરતા હતા તો ઈન્ટરસેપ્ટથી તેમની વાતો સાંભળી શકાતી હતી. હવે ગેંગસ્ટર સિગ્નલ એપથી કોલ કરે છે જેમાં વાત સાંભળી નથી શકાતી.
જેલનું જ ભ્રષ્ટ તંત્ર: રેડની અગાઉથી જાણ કરી દેવાઈ છે
રેડ પહેલા પોલીસે જેલના વહીવટી તંત્રની રજા લેવી પડે છે. પરમીશન લેવા દરમિયાન કેદી પાસેથી ફોન હટાવી દેવામાં આવે છે. જેથી રેડમાં પકડાતા નથી. જેલના કર્મચારીઓ મળીને આ સિન્ડીકેટ ચલાવે છે.