બિલ્ડીંગમા કલર કામ કરતો યુવક અને કોમ્પલેક્ષ પરથી માસુમ બાળકી પટકાય
Rajkot,તા.20
શહેરના હરિઓમ ચોક માં રહેતા મહીરાજ મગન ગોહિલ 20 એ ગત રાત્રે ફિનાઈલ પી લેતા અર્ધભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સમયસર ની સારવારથી મહિરાજનું જીવન બચી ગયું હતું, મહિરાજ કરિયાણાની દુકાન ચલાવે છે, કોરોનામાં માતા-પિતાના મૃત્યુથી તે છેલ્લા કેટલાક સમયથી ઉદાસ રહેતો હતો અને જીવંન થીકંટાળી ફિનાઈલ પી લીધું હોવાનું પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું.ઉપલા માલેથી પડી ગયેલ બાળકી સારવાર બાદ ભયમુક્ત
યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ની હદમાં રાજધાની કોમ્પલેક્ષ પુષ્કરધામ રોડ પર રહેતા ભરતભાઈ પરિહાર ની પુત્રી આરવી આકસ્મિક સંજોગોમાં ઉપલા માળેથી પડી જતા સિવિલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સમયસરની સારવાર બાદ તેને ભયમુક્ત જાહેર કરાઈ હતી
ક્લર કામ કરતો યુવાન છાપરેથી પટકાયો..
બાપા સતારામ ચોક. શિવમ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડીંગ ના પતરા પર કલર કામ કરી રહેલા વિપુલ મોહનભાઈ ભંડેરી ૪૫ અકસ્માતે પતરા પરથી પડી જતા ઇજાગ્રત ભારતમાં સિવિલમાં સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું અને મગજના માર્ગને લઈને 72 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાયો હોવાનું જાણવા મળ્યું છે બતાવ્યું છે