Maharashtra,તા.08
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં જે રીતે રાજકીય આયારામ-ગયારામના બંધ થઈ રહ્યા છે તેમાં અંબરનાથ નગરપાલિકામાં ગઈકાલે ભાજપ સાથે હાથ મિલાવી સતામાં જોડાનાર કોંગ્રેસના તમામ 12 નવા ચુંટાયેલા સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા જ આ તમામ સભ્યો બીજા જ કલાકે ભાજપમાં જોડાઈ જતા હવે કમળને પુરી રીતે સતા મળી ગઈ છે.
શિવસેના શિંદે જૂથ જે રાજયની સરકારમાં ભાજપ સાથે છે તે હવે અહી વિપક્ષમાં બેસશે. એકનાથ શિંદેના દિકરા શ્રીકાંત શિંદે સાંસદ છે તે ક્ષેત્રની ચુંટણીમાં ભાજપને 14 શિવસેના શિંદેને 17 અને કોંગ્રેસ 12, એનસીપી 4 અને અપક્ષને બે બેઠક મળી હતી.
60 બેઠકોમાં કોઈને બહુમતી નહી મળતા ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવીને શિવસેના શિંદેજૂથને સતાથી દુર રાખવા માટે સાથે આવી એનસીપી (અજીત પવાર) તથા અપક્ષો સાથે બહુમતી મેળવી લીધુ હતું.
જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે તેના 12 સભ્યોને સસ્પેન્ડ કરતા જ ભાજપે તેને કેસરીયા કરાવીને પક્ષમાં જોડાશે. હવે સતા પાકી કરી છે. આમ કોંગ્રેસ પક્ષને હવે અહી એક પણ બેઠક રહી નથી.

