Mumbai,તા.૧૦
ગુજરાત ટાઇટન્સના ઓપનિંગ બેટ્સમેન સાઇ સુદર્શને આઇપીએલમાં ઇતિહાસ રચ્યો છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન જે કરી શક્યો નથી, તે હવે સાઈ સુદર્શને હાંસલ કર્યું છે. આ પહેલા એબી ડી વિલિયર્સે પણ ફક્ત આરસીબી તરફથી રમતી વખતે આવી સિદ્ધિ મેળવી હતી. હવે સાઈ બીજો ખેલાડી બની ગયો છે.
બુધવારે સાઈ સુદર્શને ફરી એકવાર પોતાની ટીમ માટે શાનદાર ઇનિંગ રમી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ગયેલી ગુજરાત ટાઇટન્સને શરૂઆતમાં જ ફટકો પડ્યો જ્યારે કેપ્ટન શુભમન ગિલ સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પાછો ફર્યો. શુભમન ગિલ ફક્ત બે રન જ બનાવી શક્યો, તે સમયે ટીમનો સ્કોર ફક્ત ૧૪ રન હતો. આ પછી, તેણે જોસ બટલર સાથે મળીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. તેણે આ વર્ષની આઇપીએલમાં પોતાના ૨૦૦ રન પણ પૂરા કર્યા. તે આ વર્ષે આઇપીએલમાં ૨૦૦ થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બન્યો છે.
દરમિયાન, જો આપણે રેકોર્ડ્સની વાત કરીએ તો, સાઈ સુદર્શન ૈંઆઇપીએલમાં એક જ મેદાન પર સતત પાંચ વખત ૫૦ થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યા છે. અમદાવાદના આ જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, સાઈ સુદર્શને વર્ષ ૨૦૨૪ માં ૫૦ થી વધુ રનની બે સતત ઇનિંગ્સ રમી હતી. આ પછી, આ વર્ષે પણ તેણે આ જ મેદાન પર સતત ત્રણ વખત ૫૦ થી વધુ રનની ઇનિંગ્સ રમી છે. આ પહેલા કોઈ ભારતીયે આવું કર્યું નથી. એબી ડી વિલિયર્સે પણ ૨૦૧૮ થી ૨૦૧૯ દરમિયાન આરસીબી માટે રમતી વખતે આવી જ સિદ્ધિ મેળવી હતી. હવે કોઈએ તેની બરાબરી કરી લીધી છે.
આ વર્ષે અમદાવાદમાં પંજાબ કિંગ્સ સામે સાઈ સુદર્શને ૭૪ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી, તેણે તે જ જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ સામે ૬૩ રનની શાનદાર ઇનિંગ રમી. ભલે તે ઇઝ્રમ્ સામે ૪૯ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ આ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ પછી, તે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ફક્ત ૫ રન બનાવી શક્યો. પરંતુ તે અમદાવાદ પાછો ફરતાંની સાથે જ તેના બેટમાંથી રન આવવા લાગ્યા. આ બતાવે છે કે સાઈને તેનું હોમ ગ્રાઉન્ડ ખૂબ ગમે છે. તે અહીં ઘણા રન બનાવી રહ્યો છે.