New Delhi,તા.16
બોલીવુડ અભિનેતા સૈફઅલીખાન પર તેના જ ઘરમાં મધરાત બાદ ચાકુથી થયેલા હુમલામાં હવે વિપક્ષોએ પણ મહારાષ્ટ્ર સરકાર સામે તોપ દાગી છે. અને દેશના આ આર્થિક પાટનગરની સુરક્ષા તથા કાનૂન વ્યવસ્થા અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે.
પ.બંગાળના મુખ્યમંત્રી શ્રી મમતા બેનરજી તથા દિલ્હીના પુર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે મુંબઈમાં રાત્રીના ધારાસભ્યની હત્યા થાય છે. રાત્રીના અભિનેતા-અભિનેત્રીઓ પર હુમલા થાય છે અને રાજયની મહાયુતી સરકાર સબ સલામતના ગીતો ગાય છે પણ જે રીતે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ઘટનાઓ બની રહી છે તે ચિંતાજનક છે.