Mumbai,તા.29
સલમાન ખાન અને ગોવિંદાની જોડી ૧૮ વરસ પછી ફરી ફિલ્મમાં સાથે જોવા મળે તેવી શક્યતા છે. બંનેને એક ફિલ્મમાં સાથે કામ કરવાનું કબૂલ્યુું છે.
જોકે, ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. ફિલ્મની સ્ટોરી કે અન્ય કલાકારો વિશેની વિગતો પણ હજુ પ્રગટ કરાઈ નથી. છેલ્લે સલમાન અને ગોવિંદા ૨૦૦૭માં ડેવિડ ધવનની પાર્ટનર ફિલ્મમાં સાથે દેખાયા હતા. ગોવિંદા છેલ્લાં કેટલાંય વર્ષોથી ફિલ્મોમાંથી ફેંકાઈ ગયો છે. તે તેના સંતાનોની પણ ફિલ્મ કારકિર્દી આગળ વધારી શક્યો નથી. છેલ્લા કેટલાક સમયથી તે સતત એવા સંકેત આપી રહ્યો હતો કે પોતે બોલીવૂડમાં પુનરાગમન કરવા માગે છે.

