Mumbai,તા.22
સલમાન ખાન પોતાનાં પરિવારનો લાડકો તો છે, જ પરંતુ ધર્મેન્દ્ર પણ સુપરસ્ટારને પોતાના પુત્રની જેમ જ માને છે. બોબી દેઓલે પોતાની કારકિર્દીને પુનજીવત કરવાનો શ્રેય સલમાનને આપ્યો હતો તો હવે સલમાન ખાન તેનાં મોટા ભાઇ સની દેઓલ સાથે જોડી બનાવવાનો છે.
રિપોર્ટ્સ અનુસાર, 17 વર્ષ પછી સલમાન ખાન અને સની દેઓલ ફરી એકવાર પડદા પર પોતાનો અભિનય બતાવશે અને બોક્સ ઓફિસ પર ગદર મચાવશે. આ બંને સુપરસ્ટાર ફિલ્મ ‘ગબ્રુ’માં કામ કરી રહ્યાં છે.
આ ફિલ્મનું દિગ્દર્શન શશાંક ઉદાપુરકર કરી રહ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ ‘ગબ્રુ’માં નિર્માતાઓને એક સ્ટારની જરૂર હતી, જેમાં તેમને લાગ્યું કે સલમાન ખાન સિવાય કોઈ ફિટ નહીં થાય. સલમાનને એ રોલ વિશે જણાવવામાં આવ્યું ત્યારે એણે કોઇપણ જાતનાં ખચકાટ વિના સની દેઓલની ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી.
આ રિપોર્ટમાં એવી પણ માહિતી મળી છે કે સલમાને દોઢ વર્ષ પહેલાં આ ફિલ્મમાં પોતાનો ભાગ શૂટ કર્યો છે, જે ખૂબ જ સારો અને મનોરંજક છે. ભાઇજાનની ફિલ્મમાં કુલ ત્રણ દ્રશ્યો છે અને એક લાંબો કેમિયો રોલ છે.

