Mumbai,તા.25
બોલિવુડના સુપર ખાન્સ સલમાન અને આમિરની દોસ્તી ખૂબ જ ગાઢ અને જૂની છે. મોટાભાગે કહેવામાં આવે છે કે, સોબિઝ વર્લ્ડમાં સુપર સ્ટાર્સની દોસ્તી ટકતી નથી. પરંતુ સલમાન ખાન અને આમિર ખાન તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. પરંતુ આ દોસ્તી કેવી રીતે થઈ, અને તેની શરૂઆત ક્યાંથી થઈ તેનો ખુલાસો હવે સલમાન ખાને કાજોલ અને ટ્વિંકલના શો પર કર્યો છે.
કાજોલ ટ્વિંકલ ખન્નાના શો ટુ મચ વિથ કાજોલ-ટ્વિંકલ એપિસોડની શરૂઆત સલમાન અને આમિર ખાનથી થઈ. જ્યાં કાજોલે તેને પૂછ્યું કે, તમારી દોસ્તીની શરૂઆત કેવી રીતે થઈ? તે પણ ત્યારે જ્યારે બંનેનો અપ્રોચ લાઈફ અને ફિલ્મોને લઈને અલગ જ રહ્યો છે.
ત્યારે આમિર ખાને કહ્યું કે, અમારી મિત્રતાની શરૂઆત ત્યારે થઈ જ્યારે હું મારી પ્રથમ પત્ની રીના દત્તા સાથે તલાકના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સલમાન મારા ઘરે ડિનર પર આવ્યો હતો. તે સમયે પહેલી વાર અમે એકબીજા સાથે ઠીકથી કનેક્ટ કરી શક્યા હતા. બાકી તે પહેલા તો મને એવું જ લાગતું હતું કે, યાર આ સેટ પર ટાઈમ પર નથી આવતો. મને ખૂબ જ પ્રોબ્લેમ થતી હતી. અમે સાથે અંદાજ અપના-અપનામાં કામ કર્યું હતું.
પરંતુ તે સમયે હું ખૂબ જ જજમેન્ટલ હતો. હું લોકો પર ખૂબ હાર્ડ હતો અને એવું વિચારતો હતો કે આ માણસ ઠીક નથી, તેણે આ બરાબર નથી કર્યું. હું બીજા પર નહીં પરંતુ ખુદ પર ખૂબ હાર્ડ હતો. પરંતુ ધીમે-ધીમે રીઅલાઈઝ કર્યું કે, આવું ન કરવું જોઈએ અને સલમાન સાથે પણ મિત્રતા થઈ. આપણે બધા માણસો છીએ અને બધાથી ભૂલ થાય છે.
પછી સલમાને જણાવ્યું કે, વાસ્તવમાં વાત એમ છે કે, જ્યારે અમે અંદાજ અપના-અપનામાં કામ કરી રહ્યા હતા ત્યારે આમિર સવારે 7:00 વાગ્યે સેટ પર આવી જતો હતો. 9:00 વાગ્યાની શિફ્ટમાં. કારણ કે તેની પાસે એક ફિલ્મ હતી અને મારી પાસે ત્યારે 15 ફિલ્મો હતી. મારે ત્રણ શિફ્ટ કરવી પડતી હતી. તો જ્યા સુધી હું આવતો ત્યાં સુધીમાં બધા આવી જતા હતા અને તેઓ ઘણીવાર રિહર્સલ કરી ચૂક્યા હતા. તે એક-એક સીનના આટલા બધા રિહર્સલ કરતો હતો બાપ રે બાપ. તો હું કહેતો હતો કે ભાઈ જ્યારે આમિરનું પતી જાય ત્યારે મને બોલાવી લેવાનો. તો એ સમયે એને લાગતું હતું કે, હું મારા કામમાં ઈન્ટરેસ્ટેડ નથી. એવું કઈ રીતે બની શકે કે કોઈ પોતાના કામમાં ઈન્ટરેસ્ટેડ ના હોય અને તે પણ ત્યારે જ્યારે એક માણસ 3 શિફ્ટમાં કામ કરી રહ્યો હોય.
જો કે, ત્યારબાદ આમિર અને સલમાને ક્યારેય સાથે કામ ન કર્યું. તેનું કારણ જણાવતા આમિરે કહ્યું કે, જ્યારે તે સેટ પર આવતો હતો ત્યારે અમે તેને રિહર્સલ બતાવતા હતા અને તે અમને એવી રીતે ટ્રીટ કરતો હતો જેમ કે અમે તેના આસિસ્ટન્ટ હોઈએ. જો કે પછી આમિર ખાને વાત કટ કરી નાખતા કહ્યું કે, હવે સાથે કામ કરીશું.
તો સલમાને જવાબ આપ્યો કે, ‘ફિલ્મ ખતમ થયા બાદ એવા ઈન્ટરવ્યૂ આવવા લાગ્યા હતા કે, હવે હું સલમાન સાથે કામ નહીં કરું. તે સેટ પર લેટ આવે છે અને તેનો એટીટ્યુડ સારો નથી.’ આમિરે કહ્યું કે, ‘મને તે સમયે ખબર નહોતી અમારા ખૂબ જ ગ્રેટ મોમેન્ટ્સ પણ હતા પરંતુ ત્યારે જેવી રીતે મેં જણાવ્યું તેમ એટલી સમજ નહોતી.’