Mumbai, તા.૧૧
સલમાન ખાન આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું શૂટિંગ આ મહિનાના અંતમાં લદાખમાં શરૂ કરશે.પરંતુ તેણે મુંબઇનું શૂટિંગ અનિશ્ચિત સમય માટે પોસ્ટપોન્ડ કર્યું છે. પહેલા એવા સમાચાર હતા કે આ ફિલ્મના શૂટિંગના પ્રથમ શેડયુલની તૈયારી મુંબઇના બાંદરાના મહેબૂબ સ્ટૂડિયોમાં થઇરહી હતી. જ્યાં એક ભવ્ય સેટનું નિર્માણ થઇ રહ્યું હતું. પરંતુ હવે પ્લાન બદલાઇ ગયો હોવાની માહિતી છે.એટલું જ નહીં બાંદરાના આ સેટને તોડવામાં આવી રહ્યો છે. કોઇ પણ સીકવન્સ જેવી કે- કોઇ ગીત અથવા પેચવર્ક શોટને મુંબઇમાં ફિલ્માવવામાં આવશે નહીં, તેમજ તેના માટેના નિર્ણયો ફિલ્મના શૂટિંગના અંતિમ સ્ટેજમાં લેવામાં આવશે. કહેવાય છે કે, ફિલ્મનું શૂટિંગ ૨૨ ઓગસ્ટથી લદાખમાં શૂટિંગ શરૂ કરશે જે ૩ સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે મુંબઇનું શૂટિંગ સ્થગિત કરી દીધું છે. એક રિપોર્ટના અનુસાર,મુંબઇનું શૂટિંગ પોસ્ટપોન્ડ કરવાનું કારણ રચનાત્મક કાર્ય છે. નિર્માતા પહેલા એકશન દ્રશ્યોથી શૂટિંગની શરૂઆત કરવા ઇચ્છે છે. આ ઉપરાંત આ ફિલ્મમાં સલમાનના લુક પણ અલગ હોવાથી શૂટિંગ વચ્ચે વધારે સમયની જરૂર છે. મુંબઇ અને લદાખના શૂટિંગ વચ્ચે ૩૦ દિવસનું અંતર યોગ્ય ન લાગતાં આ દ્રશ્યોના શૂટિંગ એક પછી એક કરવાનો નિર્ણય લેવામાં ંઆવ્યો હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, ગલવાન ફિલ્મમાં ૨૦૨૦માં ગલવાનમાં ભારત-ચીન વચ્ચે સૈન્યના યુદ્ધને દર્શાવવામાં આવશે. જેમાં સલમાન ખાન ૧૬ બિહાર રેજિમેન્ટના કમાંડિગ ઓફિસર કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુની ભૂમિકામાં જોવા મળશે. જેમને આ યુદ્ધ દરમિયાનની બહાદુરી બદલ ૨૦૨૧માં મરણોપરાંત મહાવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યું હતું.