Mumbai,તા.06
સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન વેલી’ આવતાં વર્ષે જૂન અથવા તો ઓગસ્ટમાં રીલિઝ થાય તેવી સંભાવના છે. હજુ ફિલ્મનું શૂટિંગ આગામી ડિસેમ્બર સુધી ચાલવાનું છે અને તે પછી પોસ્ટ પ્રોડક્શનમાં આશરે છ માસનો સમય લાગી શકે છે.
સલમાનની ફિલ્મોમાં વીએફએક્સમાં હંમેશાં વધારે સમય લાગતો હોય છે.
સલમાનની ઓન સ્ક્રીન પ્રેઝન્સને બહેતર બનાવવા માટે વીએફએક્સનો આશરો લેવાતો હોવાનું કહેવાય છે.
આ ફિલ્મ કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુની બાયોપિક છે. ફિલ્મ એક પુસ્તક પર આધારિત છે. થોડા સમય પહેલાં એવા અહેવાલો વહેતા થયા હતા કે ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો પણ કેમિયો છે પરંતુ ફિલ્મની ટીમે આ અહેવાલો નકારી કાઢ્યા હતા.

