હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટ મનોજ સિડા ખોટા મેડિક્લેમથી ૪૦ લાખ રૂપિયા પડાવવા મામલે સંકજામા આવ્યા છે
Rajkot,તા.૨૯
રાજકોટની સમર્પણ હોસ્ટિપ વિવાદમાં આવી છે. સમર્પણ હોસ્પિટલના ડોક્ટરના ખોટા મેડિકલેમ બનાવી નાણાં ખંખેરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે.
હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટ મનોજ સિડા ખોટા મેડિક્લેમથી ૪૦ લાખ રૂપિયા પડાવવા મામલે સંકજામા આવ્યા છે. ડોક્ટર મનોજ સિડા સામેની તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. નવો હુકમ ન થાય ત્યાં સુધી તેઓ ગુજરાતમાં કોઈપણ સ્થળે પ્રેક્ટિસ કરી શકશે નહી. ખોટા મેડિકલેમ બનાવી નાણા ખંખેરવા મામલે ડોક્ટર સહિત ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સમર્પણ હોસ્પિટલના ડોક્ટરે મેડિકલેમ મામલે પૈસા પડાવવાના ષડયંત્રનો થર્ડ પાર્ટી ઓડિટ તપાસમાં પર્દાફાશ થયો. ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં થર્ડ પાર્ટી ઓડિટ કરતી એજન્સી ફોનિક્સ એસ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર ડો.રશ્મિકાંત પટેલે આ મામલે ફરિયાદ કરતા ખોટા મેડિકલેમના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો. ડોક્ટર રશ્મિકાન્ત પટેલે પોતાની ફરિયાદમાં કહ્યું કે ૪૦ લાખનો દાવો કરના દર્દીનો મેડિકલેમ બે ડોક્ટર દ્વારા ફાઈલ કરવામાં આવ્યો. ૪૦ લાખમાંથી થેરાપિસ્ટ ડોકટરને ૧૦ લાખ મળવાના હતા. આ દર્દી મયુર ભરવાડને પેરાલિસિસ થયો છે અને તે ચાલી શકતો નથી. હોસ્પિટલના બંને ડોક્ટર દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ડોક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં વિગતો સમાન લાગતા એજન્સીને શંકા ગઈ અને વધુ તપાસ કરતા સમગ્ર હેકીકત સામે આવી.
બનાવટી મેડિકલેમ બનાવી નાણા ખંખેરવાના ડો. મનોજ સિંડા બાદ ડોક્ટર મેહુલ સોલંકી પર ગુજરાત મેડિકલ કાઉન્સિલ આકરા પગલાં લઈ શકે છે. બંને ડોક્ટર સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ થયા બાદ હંગામી ધોરણે ડોક્ટર મનોજ સિડાનું લાયસન્સ રદ કરાયું છે જ્યારે ડોક્ટર સોલંકીની આ ષડયંત્રમાં સંડોવણી મામલે તપાસ કરવામાં આવી રહી છે. ડોક્ટર મનોજ સિડાને ય્સ્ઝ્ર સમક્ષ લાયસન્સ જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. સમર્પણ હોસ્પિટલના દિગ્ગજ ડોક્ટરો ખોટા મેડિકલેમ મામલે શંકાના દાયરામાં આવતા તબીબ જગતમાં સોપો પડી ગયો છે.