Mumbai,તા.23
સંભવ સ્ટીલ ટ્યૂબ્સ લિમિટેડ (“Sambhv” or the “Company”) બુધવાર, 25 જૂન, 2025ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓના સંદર્ભે તેની બિડ/ઓફર ખુલ્લી મૂકશે.
રૂ. 5,400 મિલિયન (રૂ. 540 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝમાં રૂ. 4,400 મિલિયન (રૂ. 440 કરોડ) સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 1,000 મિલિયન (રૂ. 100 કરોડ) સુધીના મૂલ્યના વેચાણ માટેની ઓફરનો (“The Total Offer Size”) સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 24 જૂન, 2025 રહેશે. બિડ/ઓફર બુધવાર, 25 જૂન, 2025ના રોજ ખૂલશે અને શુક્રવાર, 27 જૂન, 2025ના રોજ બંધ થશે.
ઓફર માટેની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 77થી રૂ. 82ના ભાવે પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 182 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 182 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ અથવા બીઆરએલએમ છે.