Mumbai,તા.25
IRS અધિકારી સમીર વાનખેડેએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન પર તાજેતરમાં રિલીઝ થયેલી રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ સીરિઝ “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” દ્વારા તેમની બદનક્ષી કરવાનો આરોપ લગાવ્યો છે.
વાનખેડેની અરજીમાં OTT જાયન્ટ નેટફ્લિક્સ અને અન્ય કંપનીઓનું નામ પણ સામેલ છે. વાનખેડેએ શાહરૂખના દીકરા આર્યન ખાનના દિગ્દર્શક હેઠળ બનેલી પહેલી ફિલ્મને ‘ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને બદનક્ષીભર્યું’ ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ સીરિઝ ‘એન્ટી-ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું ભ્રામક અને નકારાત્મક ચિત્રણ કરે છે, જેના કારણે કાયદા અમલીકરણ સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ ઓછો થાય છે.’