Rajkot,તા.10
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે કહી ભાયાસર ગામે રહેતા રેતી કપચીના ધંધાર્થી યુવાનને સ્વાતિ પાર્ક નજીક રહેતા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીએ રામપરા ગામે આવેલી જમીનનું રૂ.૨૦ લાખ ટોકન આપી સાટાખત કર્યું હતું.દરમિયાન રાજકોટમાં સ્વાતીના પાણીના ટાકા પાસે રહેતા શખસે આ જમીનનો સોદો કેન્સલ કરી નાખજે તેમ કહી જમીનમાં પગ મૂકીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.જે આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનવાની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ તાલુકાના ભાયાસર ગામે રહેતા નાગદાનભાઇ નારણભાઇ હુંબલ(ઉ.વ ૨૮) નામના વેપારી યુવાને આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા રોડ પર સ્વાતીના પાણીના ટાકા પાસે રહેતા ઘનશ્યામ પ્રભાતભાઇ જળુનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે તે રેતી કપચીનો વ્યવસાય કરે છે.
અઢી વર્ષ પૂર્વે રાજકોટ તાલુકાના રામપરા(ચિત્રા) ગામે રેવન્યુ સર્વે નં.૩૬ પૈકી ૨ ની જુની શરતની જમીનનો સોદો ભરતભાઇ વાઘજીભાઇ કુંગશીયા સાથે રૂ. ૧.૮૩ કરોડમાં નક્કી કર્યો હતો.રૂ. ૨૦ લાખ ટોકન આપી સાટાખત કર્યું હતું. બાકીના રૂપિયા સાત મહિનામાં ચૂકવી જમીનનો દસ્તાવેજ કરવાનું નક્કી થયું હતું. જમની ખરીદ કર્યા બાદ ફરિયાદીને તેના સંબંધી ઘનશ્યામ જળુનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,મારે ભરત કુગશીયા પાસેથી પૈસા લેવાના છે તમે આ જમની ખરીદતા નહીં જમીનમાં પગ પણ મૂકતા નહીં.જેથી યુવાને કહ્યું હતું કે,તમારે ભરતભાઇ સાથે જે કંઇ વાંધો હોય તો તેની સાથે વાત કરી લો. ત્યારબાદ ઘનશ્યામ અવારનવાર ફોન કરી જમનીનો સોદો કેન્સલ કરવા કહેતો હતો.તા. ૨૬/૩ ના રાત્રીના ફોન કરી જમીનનો સોદો કેન્સલ કરવાનું કહી ગાળો આપી જો જમીનમાં પગ મુકીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.જેથી અંતે યુવાને આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.