Tokyo તા.27
જાપાનમાં નવા વડાપ્રધાન તરીકે સાને તાકાઈચીએ આજે શપથ લેતા તેઓ આ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે. અગાઉ તેઓ જાપાનના રૂઢીચુસ્ત પક્ષના વડા તરીકે ચુંટાયા હતા. લીબરલ ડેમોક્રેટીક પાર્ટીએ પ્રથમ વખત 64 વર્ષીય તાકાઈચીને વડાપ્રધાન માટે સ્વીકારવા દેશને અપીલ કરી હતી.
જેમાં જાપાનની સંસદમાં પણ તેમને બહુમતી મળી હતી અને તેઓએ આજે જાપાનના 104માં વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. લગભગ ત્રણ દશકાથી વધુ સમયથી તેઓ દેશની રાજનીતિ સાથે જોડાયેલા છે અને આર્થિક સુરક્ષા મંત્રી સહિતની અનેક મહત્વની જવાબદારી નિભાવી છે.
જાપાનમાં તેઓ લેડી ડોનાલ્ડ ટ્રમ્પ તરીકે પણ ઓળખાય છે અને તેમને અગાઉ પુર્વ વડાપ્રધાન ફુમીયો કીશીદાએ તાલીબાની તાકાઈચી તરીકે પણ ગણાવ્યા હતા જયારે તેમને ટેકેદારો આયર્ન લેડી તરીકે પણ ગણે છે.
તાકાઈચી વડાપ્રધાન બનતા જાપાનની સેના માટે મહત્વપૂર્ણ સમય આવ્યો હોવાનું માનવામાં આવે છે. તેઓ દેશની સેનાને મજબૂત કરવા અને અણુ કાર્યક્રમને પણ આગળ વધારવાના હિમાયતી છે.

