New Delhi,તા.17
આગામી તા.21થી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થાય તે પૂર્વે ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી થઈ જશે તેવા સંકેત વચ્ચે હવે ભાજપ અને આરએસએસ વચ્ચે નામો ઉપર હજુ સંમતી બની નથી અને તેના કારણે સમગ્ર પ્રક્રિયા અટકી પડી હોવાની જબરી ચર્ચા છે. પક્ષના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ સંઘ એક બાદ એક સંકેતોથી ભાજપને તેની લાઈન ઉપર લાવવા ફરજ પાડી રહ્યું છે.
જેમાં હાલમાં જ આરએસએસના વડા મોહન ભાગવતે 75 વર્ષે નેતાઓએ નિવૃત થઈ જવું જોઈએ તેવું જે વિધાન કયુર્ં તે ટાર્ગેટેડ હતું. તેવો અર્થ કાઢવામાં આવે છે અને ભાજપ ગમે તેટલો બચાવ કરે તો પણ ભવિષ્યમાં તે યોજના અમલમાં મુકાશે તે નિશ્ચિત છે.
તો બીજી તરફ પક્ષના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જે બે નામો ભાજપમાં સૌથી ફેવરીટ છે તે મુદે પણ સંઘે હજુ હા પાડી નથી. સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ આ બન્ને નામ ઉપર ભાજપે મન બનાવી લીધુ હોવાનું માનવામાં આવે છે પરંતુ સંઘે હજુ તેમાં લીલીઝંડી આપી નથી.
માને છે કે, સંઘ એવો ચહેરો જોવા માગે છે જે ભાજપને આરએસએસના ચાલ ચરિત્ર પર પાછા લઈ જાય. આ બન્ને નામોમાં અમિત શાહની નજદીક હોવાનું ચર્ચામાં છે. આરએસએસ માને છે કે પક્ષે હવે નવી કેડરને આગળ નહીં કે રબ્બર સ્ટેમ્પ. અધ્યક્ષને બેસાડી જે અગાઉ જે સ્થિતિ ચાલતી હતી તે ચાલતી રહે તે સંઘને સ્વીકાર્ય નથી.
સંઘને મહિલા નેતાઓમાં કોઈ એક નામ હજુ સુધી સ્વીકાર્ય બન્યું નથી સુત્રોના જણાવ્ય મુજબ હવે રેસમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓ મનોહરલાલ કટ્ટર અને શિવરાજસિંહ ચૌહાણ સામેલ છે અને તેમાં શિવરાજસિંહ ચૌહાણની પસંદગી થાય તેવી શકયતા છે. જેઓ સ્વતંત્ર રીતે કામ કરવા ટેવાયેલા છે.
મનોહરલાલ ખટ્ટરની ઉંમર મુખ્ય વિઘ્ન છે. સંઘે ઉતરપ્રદેશમાં પણ હજુ સુધી નવા અધ્યક્ષના મુદે નિર્ણય લીધો નથી ત્યાં પણ યોગી આદિત્યનાથ અને ભાજપ મોવડી મંડળ વચ્ચે મતભેદ હોવાનો અને સંઘ યોગીની સાથે હોવાનું માનવામાં આવે છે.