Junagadh, તા.11
જુનાગઢ મનપાના સફાઈ કામદારોએ ભર ચોમાસે ગઈકાલે એક દિવસની હડતાલ પાડી હતી તેઓની વારંવાર રજુઆતો આવેદનો પડતર પ્રશ્નો માટે આપવા છતા પરિણામ મળવા પામ્યુ ન હોય જેથી હડતાલ કરી હતી.
સફાઈ કર્મીઓની માંગ છે કાયમી સફાઈ કર્મીઓ માટે સ્વૈચ્છીક નિવૃતિના નિયમો અને સફાઈ કર્મીઐના વારસદારોને નોકરી મળે, રોજમદારોને કાયમી કરવામાં આવે તેમજ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા, કર્મીઓને ફીકસ પગારમાં સામેલ કરવામાં આવે તેવી અનેક માગણીઓ ઉપરાંત સખીમંડળની બહેનોને ફીકસ પગારમાં સામેલ કરવામાં આવે તેવી અનેક માંગણીઓ સાથે ગઈકાલે સફાઈ કામદાર યુનિયનના નેજા હેઠળ હડતાલ કરી હતી. 700થી વધુ કર્મીઓ હડતાલમાં જોડાયા હતા. આગામી સમયમાં પ્રશ્નો નહી ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પ્રમુખ વિજયભાઈ વાળાએ જણાવ્યું છે.