સંજય કપૂરને તેની પત્ની પ્રિયા સચદેવ સાથે એક પુત્ર, અઝારિયસ હતો, તે ટ્રસ્ટ અને વ્યક્તિગત સંપત્તિ બંનેના સીધો વારસદાર બનશે
Mumbai, તા.૮
હૃદયરોગના હુમલાને કારણે ઉદ્યોગપતિ અને કરિશ્મા કપૂરના પૂર્વ પતિનું અવસાન થયા પછી, તેની પત્ની પ્રિયાએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલી નાખ્યું છે. જે હવે પ્રિયા સંજય કપૂર તરીકે ઓળખાય છે. થોડા દિવસો પછી, પ્રિયાની દિકરી સફિરાએ પણ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાંથી તેની અટક ચટવાલ કાઢી નાખી છે. આમ પ્રિયા અને સફીરાના આ પગલાને સંજય કપૂરની મિલકતમાં હિસ્સો લેવાની તેમની સ્ટ્રેટેજીનો ભાગ મનાય છે.કાયદાકીય જોવગાઈ મુજબ, કરિશ્મા કપૂર અને સ્વર્ગસ્થ ઉદ્યોગપતિના ૨૦૧૬માં અલગ થયા હોવા છતાં, તેમના બે બાળકો, સમાયરા અને કિયાનને પિતાની સંપત્તિમાં ભાગ લેવાનો અધિકાર છે.અભિનેત્રી સાથેના લગ્નથી કપૂરના બાળકોને ૧૪ કરોડ રૂપિયાના બોન્ડ અને ૧૦ લાખ રૂપિયાની માસિક આવક એલીમનીમાં આપવામાં આવી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.વધુમાં, સંજય કપૂરને તેની પત્ની પ્રિયા સચદેવ સાથે એક પુત્ર, અઝારિયસ હતો, તે ટ્રસ્ટ અને વ્યક્તિગત સંપત્તિ બંનેના સીધો વારસદાર બનશે. સફિરાની વાત કરીએ તો, તે પ્રિયા અને તેના ભૂતપૂર્વ પતિ, વિક્રમ ચટવાલની પુત્રી છે. જો સંજય તેને કાયદેસર રીતે દત્તક લે તો જ તેને સંજયની મિલકતમાં હિસ્સો મળશે. આવા કિસ્સામાં જ, સફિરા તેના ભાઈની જેમ સમાન મિલકત મળશે.મૃત્યુ સમયે સંજયની કાયદેસર પત્ની હોવાથી, વસિયતનામાનાં અભાવને કારણે પ્રિયા તેની સંપત્તિનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. વધુમાં, સંજય આરકે ફેમિલી ટ્રસ્ટનો એકમાત્ર લાભાર્થી હતો. તેના મૃત્યુ પછી, તેની પત્ની સંપત્તિનો વારસો મેળવશે.