Rajkot,તા.22
સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા રાજકોટના આંગણે પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પ્રવર્તિની પૂ.વનિતાભાઈ મ.સ.હંસાબાઈ મ.સ. આદિ ઠાણાની નિશ્રામાં તા.૨ થી તા.૬ સુધી સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી ૧૨ થી ૪૦ વર્ષ સુધીના બહેનો માટે ધાર્મિક સંસ્કાર શિબિરનુ આયોજન કરવામાં આવેલ છે. શિબિરના પ્રવેશ પત્ર સંઘની ઓફિસમાંથી મેળવી તા.૨૮ સુધીમાં પરત કરવાના રહેશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મળશે.
વિરાણી પૌષધશાળામાં પ્રતિક્રમણ અનુમોદના યોજનામાં ઈશ્વર કેશવજી દોશી, જયોતિ દોશી તથા સહયોગીમાં પ્રજ્ઞાબેન મહેન્દ્ર મહેતા, ભાવના સતીશ બાટવીયા, મિલન જયવંત મીઠાણી લાભાર્થી બન્યા છે. ૨ દાતાના નામ આવકાર્ય છે. વધુ વિગત માટે દિનેશ દોશીનો સંપર્ક કરવો. તાજેતરમાં આર્કિટેકટ આનંદ શાહનુ સન્માન કરાયુ હતુ.