Mumbai, તા.27
ભારતીય ટીમના બેટ્સમેન સરફરાઝ ખાન ટીમમાં વાપસી કરવા માટે કોઈ કસર છોડવા માંગતો નથી. ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે અવગણવામાં આવેલ સરફરાઝ બુચી બાબુ ઇન્વિટેશનલ ટુર્નામેન્ટમાં સારી બેટિંગ કરી રહ્યો છે અને આ સ્પર્ધામાં સતત બે સદી ફટકારી છે. મુંબઈ તરફથી રમતા સરફરાઝે હરિયાણા સામે 111 રનની ઇનિંગ રમી અને ટીમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી બચાવી.
સરફરાઝની ઇનિંગ્સના આધારે, મુંબઈએ હરિયાણા સામે નવ વિકેટે 346 રન બનાવ્યા છે. સરફરાઝે આ સમયગાળા દરમિયાન 99 બોલમાં છગ્ગો ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી હતી. તેણે અગાઉ ઝગઈઅ ડઈં સામે 138 રનની ઇનિંગ્સ રમી હતી.
ટોસ જીતીને બેટિંગ કર્યા પછી, મુંબઈએ એક સમયે 84 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ સરફરાઝે 112 બોલમાં નવ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે આક્રમક સદી ફટકારી અને પોતાની ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી.
મુંબઈએ ઓપનરો દિવ્યાંશ સક્સેના (46) અને મુશીર ખાન (30) સાથે 69 રન ઉમેરીને સારી શરૂઆત કરી હતી, પરંતુ આ પછી ટીમે બંને ઓપનરો તેમજ પ્રગ્નેશ કમ્પીલેવાર (03) અને સૂર્યાંશ શેડગે (01) ની વિકેટ ઝડપથી ગુમાવી દીધી. ત્યારબાદ સરફરાઝે ઇનિંગ્સ સંભાળી. તનુષ કોટિયન (48) અને શમ્સ મુલાની (50 અણનમ) એ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી.