Junagadh, તા.25
જુનાગઢ તાબેના ચોકી ગામે ખેડુતોના સહાયના ફોર્મ ભરવાના પૈસા લેવાતા હોવાની ફરીયાદ મળતા આ મુદે વીસી અને સરપંચના સસરા વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઇ હતી બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઇ છે.
ચોકી ગામે રહેતા સરપંચના સસરા ભીખાભાઇ વેલજીભાઇ કોટડીયા ગ્રામ પંચાયત ખાતે 8-અ કઢાવવા માટે ગયેલ ત્યારે વીસીનું કામ કરતા કેતન મોહન સલંકી ખેડુતોને નુકસાનની મળતી સહાયના ફોર્મ ભરવામાં નાણા લેવાતા હોવાની ફરીયાદ મળતા તેઓએ વીસીને કહેલ કે ફોર્મ વિનામૂલ્યે ભરવાના હોય છે છતાં પૈસા શા માટે લે છે ? તેમ કહેતા કેતન સોલંકીએ કહેલ કે તારી પાસે કોઇ પુરાવો હોય તો કે આથી ભીખાભાઇએ કહેલ કે રેકોર્ડીંગ છે.
લોકો જવાબ લખાવવા પણ તૈયાર છે તેમ કહેલ ત્યારે કેતને ભીખાભાઇને ઓફીસમાંથી બહાર નીકળી જવાનું કહીને કહેલ કે કાયદો અમારા બાપે બનાવ્યો છે અમને ગમે તે કહેવાનો અધિકાર છે તેમ કહી પોતાના કુટુંબીઓને બોલાવતા તેના માતા-પિતા પ્રવિણ ચના સોલંકી ગ્રામ પંચાયત ખાતે આવ્યા હતા. ડેલો બંધ કરી આ લોકોએ ભીખાભાઇ સાથે ઝપાઝપી કરી ધકકો માર્યો હતો. પ્રવિણ ચના સોલંકીએ કહવે તું વાડીએ કેમ જા છો તેમ કહી અમારી આડે કયાંય આવતો નહીં નહીં તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી.
આ અંગેની જાણ કરતા તાલુકા પોલીસ ગ્રામ પંચાયતે પહોંચી હતી આ અંગે ભીખાભાઇ એ વીસી કેતન મોહન સોલંકી, મોહન બાવન સોલંકી, રજની મોહન સોલંકી અને કેતન સોલંકીની માતા, પ્રવિણ ચના સોલંકી અને નીતાબેન પ્રવિણ સોલંકી સામે ફરીયાદ નોંધાવી હતી. સામાપક્ષે કેતન મોહન સોલંકીએ સરપંચના સસરા ભીખાભાઇ વેલજીભાઇ કોટડીયા સામે ફરીયાદ નોંધાવી છે.
જેમાં ખેડુત સહાયના ફોર્મમાં પૈસા લેવાના નથી તેમાં ફોર્મ ભરવાના છે તારે પંચાયત ઓફીસમાં કામ કરવાનું નથી તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યાનું કહી બાદમાં નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

