Morbi,તા.29
મોરબીના મચ્છુ-2 ડેમમાંથી રવિ પાક સીઝન માટે પાણી ન છોડવા બાબતે મોરબી તાલુકાના તાલુકા પંચાયત સદસ્ય રમાબેન રૂપાલા, ઉપરાંત જેપુર ગ્રામ પંચાયત, વનાળીયા ગ્રામ પંચાયત, ખાખરાળા ગ્રામ પંચાયત, ગોર ખીજડીયા ગ્રામ પંચાયત, બગથળા ગ્રામ પંચાયત, માનસર ગ્રામ પંચાયત, બીલીયા ગ્રામ પંચાયત અને મોડપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે
રજૂઆતમાં વિવિધ ગામોના સરપંચે જણાવ્યું છે કે હાલ કપાસનો પાક બહોળા પ્રમાણમાં હોય તથા આગામી રવિ સિઝન માટે કપાસ નીકળી શકે તેમ ન હોય આથી ખેડૂત ખાતેદારો સાથે ચર્ચા વિચારણા કરતા આગામી રવિ પાક સિઝનમાં સિંચાઈ માટે પાણીની કોઈ જરૂરિયાત નથી. તેથી આગામી ખરીફ સીઝન માટે કપાસ તથા અન્ય પાકો ઉગાડવા માટે પાણી આપવા તથા કેનાલ રીપેરીંગ કરવાની બાકી હોય તો તે પૂર્ણ કરી આપવા જણાવ્યું છે. તેથી હાલ રવિ પાક માટે મચ્છુ-2 ડેમમાંથી પાણી ન આપવામાં આવે તેવી રજૂઆત કરી છે

